હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ફ્લાઇટમાં પણ મળશે હાઇસ્પીડ ઈન્ટરનેટ, મસ્કની મદદથી ISROનું સેટેલાઈટ લોન્ચ
આ સેટેલાઈટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે : સ્પેસએક્સના ઈલોન મસ્કના ફાલ્કન ૯ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૧૯: ભારતનો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ઈલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યા હતા? મધ્યરાત્રિએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના ઈલોન મસ્કના ફાલ્કન ૯ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે.
ઈસરોની બેંગલુરુ સ્થિત કોમર્શિયલ બ્રાન્સ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાધાકળષ્ણન દુરાઈરાજે જણાવ્યું હતું કે, પ્રક્ષેપણ સફળ રહ્યું. GSAT-20ને GSAT N-2 અથવા GSAT-20 નામની ખૂબ જ ચોક્કસ ભ્રમણકક્ષા મળી છે. ૪,૭૦૦ કિલો ગ્રામના વજનનો સંપૂર્ણ કોમર્શિયલ સેટેલાઇટ કેપ કેનાવેરલ, ફ્લોરિડામાં સ્પેસ કોમ્પ્લેક્સ ૪૦થી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચ પેડને યુએસ સ્પેસ ફોર્સ તરફથી મસ્કના સ્પેસએક્સ દ્વારા ભાડે આપવામાં આવ્યું છે, જે દેશની સશષા દળોની એક વિશેષ શાખા છે, જેની રચના વર્ષ ૨૦૧૯માં સેનામાં તેની અવકાશ સંપત્તિને સુરક્ષિત કરવા માટે કરવામાં આવી હતી.
અત્યાર સુધી ભારતમાં ફ્લાઇટ પર ઈન્ટરનેટ એક્સેસની મંજૂરી નહોતી. પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જ્યારે પ્લેન ૩૦૦૦ મીટરની ઉંચાઈ પર પહોંચશે, ત્યારે મુસાફરો તેમના ફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિમાન તે ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વિમાનમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગને મંજૂરી આપવામાં આવે તો જ મુસાફરોને Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
