<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

આખરે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ ડેટ જાહેર :17 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે

ફિલ્મમાં કંગનાએ સૂચવવામાં આવેલા ફેરફાર કર્યા એ પછી એકાદ મહિના પહેલાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ ફિલ્મ સામે સિખ સમુદાયે વાંધો ઉપાડ્યો હતો

મુંબઈ : કંગના રનૌતે આખરે તેની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ-ડેટ જાહેર કરી છે. કેટલાંય વિઘ્નો પછી આ ફિલ્મ હવે ૧૭ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગનાએ સૂચવવામાં આવેલા ફેરફાર કર્યા એ પછી એકાદ મહિના પહેલાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ ફિલ્મ સામે સિખ સમુદાયે વાંધો ઉપાડ્યો હતો. 

   આ ફિલ્મ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં દેશ પર લાદેલી કટોકટી પર આધારિત છે. ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત કરતી વખતે કંગનાએ લખ્યું કે આ ફિલ્મમાં દેશનાં સૌથી પાવરફુલ મહિલાની ગાથા છે અને એવી એક ક્ષણની વાત છે જેણે ભારતનું પ્રારબ્ધ બદલી નાખ્યું.

(6:47 PM IST)