<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન

-સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે -: કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ:ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે:વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે:દુનિયાની સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે : અમિતભાઇ શાહ

 હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું હતું, રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય છે

  કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે  મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦% પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.
 એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે


 

(6:56 PM IST)