કોમેડિયન યશ રાઠીએ કર્યું એવું કામ :આયોજકોએ તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો : FIR પણ નોંધાઈ
છત્તીસગઢ ખાતે આયોજિત સ્ટેન્ડ-અપ પ્રોગ્રામમાં આયોજકો માટે મુશ્કેલી:હાસ્ય કલાકારે હિન્દીમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો:વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ ચોંકી ગયા

મુંબઈ :સ્ટેન્ડ અપ કોમેડિયન યશ રાઠી વિરુદ્ધ દુર્ગમાં કેસ નોંધવામાં આવ્યો છે. 15મી નવેમ્બરના રોજ, દેશની પ્રતિષ્ઠિત IITમાંની એક ભિલાઈ IIT ખાતે વાર્ષિક પ્રથમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યશ રાઠીએ અશ્લીલ જોક્સ બનાવવાની સાથે ભગવાન રામ પર પણ ખોટી ટિપ્પણી કરી હતી. યશ રાઠીએ IITના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની સામે અશ્લીલ જોક્સ કહ્યા હતા. આ પછી હવે યશ રાઠી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ભિલાઈ આઈઆઈટીના વાર્ષિક સમારોહમાં ભગવાન રામ પર અભદ્ર ટિપ્પણી કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન યશ રાઠીએ અશ્લીલ વાતો કરી હતી. યશ રાઠીના ભાષણમાં અપશબ્દો અને હસ્તમૈથુન સાંભળીને ત્યાં બેઠેલા પ્રોફેસર અને તેના પરિવારજનોએ કાન બંધ કરવા પડ્યા હતા.
યશ રાઠીએ કાર્યક્રમની શરૂઆત અંગ્રેજી સ્પીચથી કરી હતી પરંતુ જેમ જ તેણે હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે તેણે અશ્લીલ અને ગંદા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ યશને આયોજકોએ અધવચ્ચે જ અટકાવ્યો હતો
હવે પ્રશાસન જાગ્યું છે અને કોમેડિયન યશ રાઠી સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ વીડિયોના આધારે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. દુર્ગના પોલીસ અધિક્ષક (SP) જિતેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે રાઠી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 (અશ્લીલ શબ્દો અથવા કૃત્યોનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ગુનાની સજા ત્રણ મહિનાની કેદ અથવા ₹1,000નો દંડ અથવા બંને છે. શુક્લાએ કહ્યું કે IIT મેનેજમેન્ટની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
