હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈથી ૬૦ કિલોમીટર દૂર:પાલઘરની વિવાન્તા હોટલના રૂમ નંબર ૪૦૬, વિરોધ પક્ષ બીબીએના કાર્યકરો નેતાઓનો દરોડો: ડાયરી, લેપટોપ અને રોકડ; તાવડે વિરુદ્ધ ફરિયાદ દાખલ, મહારાષ્ટ્રમાં નોટ ફોર વોટ કેસમાં અત્યાર સુધી શું શું થયું?
બીબીએ પાર્ટીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરે કહ્યું કે આ ઘટના બાદ વિનોદ તાવડેએ મને અનેક ફોન કર્યા, ભૂલ માટે માફી માંગી, હોટલમાંથી બહાર જવા દેવાની માંગ કરી. થોડા સમય પછી હિતેન્દ્ર ઠાકુર પોતે હોટેલ વિવાન્તા પહોંચ્યા. તાવડે અને ઠાકુરની સંયુક્ત પત્રકાર પરિષદ પણ ત્યાં યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચની સૂચનાથી આ કોન્ફરન્સ અધવચ્ચે જ રદ કરવી પડી: ચૂંટણી પંચની ટીમે સ્થળ પરથી ૯,૯૩,૫૦૦ રૂપિયા જપ્ત કર્યા, એફઆઇઆર નોંધી, મતદાનના ૪૮ કલાક પહેલા વિરારમાં પ્રવેશવા બદલ તાવડે સામે કેસ નોંધવામાં આવ્યો, કારણ કે તાવડે આ વિસ્તારના મતદાર નથી. કલેકટરે કહ્યું કે તાવડેની કાર, હોટલ અને બેગની તપાસ ચાલુ છે

મુંબઈથી ૬૦ કિલોમીટર દૂર:પાલઘરની વિવાન્તા હોટલના રૂમ નંબર ૪૦૬, વિરોધ પક્ષ બીબીએના કાર્યકરો નેતાઓનો દરોડો: ડાયરી, લેપટોપ અને રોકડ; તાવડે વિરુદ્ધ ફરિયાદ દાખલ, મહારાષ્ટ્રમાં નોટ ફોર વોટ કેસમાં અત્યાર સુધી શું શું થયું?
બીબીએ પાર્ટીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરે કહ્યું કે આ ઘટના બાદ વિનોદ તાવડેએ મને અનેક ફોન કર્યા, ભૂલ માટે માફી માંગી, હોટલમાંથી બહાર જવા દેવાની માંગ કરી. થોડા સમય પછી હિતેન્દ્ર ઠાકુર પોતે હોટેલ વિવાન્તા પહોંચ્યા. તાવડે અને ઠાકુરની સંયુક્ત પત્રકાર પરિષદ પણ ત્યાં યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચની સૂચનાથી આ કોન્ફરન્સ અધવચ્ચે જ રદ કરવી પડી: ચૂંટણી પંચની ટીમે સ્થળ પરથી ૯,૯૩,૫૦૦ રૂપિયા જપ્ત કર્યા, એફઆઇઆર નોંધી, મતદાનના ૪૮ કલાક પહેલા વિરારમાં પ્રવેશવા બદલ તાવડે સામે કેસ નોંધવામાં આવ્યો, કારણ કે તાવડે આ વિસ્તારના મતદાર નથી. કલેકટરે કહ્યું કે તાવડેની કાર, હોટલ અને બેગની તપાસ ચાલુ છે
મુંબઈ: મહારાષ્ટ્ર ચૂંટણી વિનોદ તાવડે સમાચાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા, મુંબઈ પોલીસે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે અને પક્ષના ઉમેદવાર રાજન નાઈક સામે પાલઘરની એક હોટલમાં મતદારોને કથિત રીતે રોકડ વહેંચવા બદલ કેસ નોંધ્યો હતો.
જો કે ભાજપના નેતા તાવડેએ આ દાવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે.
હોટલમાં અંધાધૂંધી મચી ગઈ હતી:
-આ ઘટના સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ નેતૃત્વએ તાવડે પર લાગેલા આરોપોને નકારી રહ્યું છે.
-વિરોધ પક્ષોએ ભાજપ પર ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું છે.
-આજે મંગળવારે બપોરે, મુંબઈથી લગભગ ૬૦ કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના વિરાર ઉપનગરમાં અચાનક ધમાલ સર્જાય હતી.
-સ્થાનિક રાજકીય પક્ષ બહુજન વિકાસ આઘાડી (બી વી એ)ના મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં હોટલ વિવાન્તા પહોંચ્યા હતા.
-હોટલના રૂમ નંબર ૪૦૬માં રહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને કાર્યકરોએ ઘેરી લીધા હતા અને હંગામો શરૂ થયો હતો.
બી વી એના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુરે આરોપ લગાવ્યો કે ભાજપના જ કેટલાક નેતાઓએ મને માહિતી આપી હતી કે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મતદારોને ૫ કરોડ રૂપિયા વહેંચવા વિરાર આવી રહ્યા છે. પહેલા મેં વિચાર્યું કે તેમના જેવો રાષ્ટ્રીય સ્તરનો નેતા આવું કામ કેવી રીતે કરી શકે? પરંતુ મેં તેમને અહીં આ કામ કરતા નજરે જોયા. હું ચૂંટણી પંચ પાસેથી તેમની અને ભાજપ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરું છું.
હિતેન્દ્ર ઠાકુરના ધારાસભ્ય પુત્ર ક્ષિતિજ ઠાકુર, જેઓ વિનોદ તાવડેને કાકા કહે છે, તેઓ પોતે તેમના કાર્યકરો સાથે હોટલ વિવાન્તા પહોંચ્યા અને તાવડે અને અન્ય ભાજપના કાર્યકરો પાસેથી ડાયરી, લેપટોપ અને રોકડ કબજે લઈ લીધેલ. કહેવામાં આવી રહ્યું છે કે બીવીએના કાર્યકરોએ રૂમ નંબર ૪૦૬માંથી નવ લાખ રૂપિયા કબ્જે કર્યા હતા.
ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ઘટનાના વીડિયોમાં બી વી એ પક્ષના ઘણા કાર્યકરો તાવડેને ઘેરીને તેમની સાથે દલીલ કરતા જોવા મળે છે.
ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરે અન્ય એક નિવેદનમાં કહ્યું છે કે આ ઘટના બાદ વિનોદ તાવડેએ મને અનેક ફોન કર્યા અને ભૂલ માટે માફી માંગી અને હોટલમાંથી બહાર જવા દેવાની માંગ કરી. થોડા સમય પછી હિતેન્દ્ર ઠાકુર પોતે હોટેલ વિવાન્તા પહોંચ્યા. તાવડે અને ઠાકુરની સંયુક્ત પત્રકાર પરિષદ પણ ત્યાં યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચની સૂચનાથી આ કોન્ફરન્સ અધવચ્ચે જ રદ કરવી પડી હતી.
મતદાનના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ વિપક્ષને નવું જીવન આપી દીધું હોય તેવું લાગી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે મોદીજી, આ ૫ કરોડ રૂપિયા કોની તિજોરીમાંથી નીકળ્યા? જનતાના પૈસા લૂંટીને તમને ટેમ્પોમાં કોણે મોકલ્યા? જ્યારે કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે વિનોદ તાવડે એક બેગમાં પૈસા લઈને આવ્યા હતા અને હોટલના રૂમમાં લોકોને બોલાવીને પૈસા વહેંચી રહ્યા હતા.
દરમિયાન હાલમાં ભાજપ મહાવિકાસ અઘાડીના નેતાઓ પર વોટ જેહાદ કરવાનો આરોપ લગાવી રહી છે. આજે બનેલી આ ઘટના બાદ શિવસેના (યુ બી ટીના) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેને 'નોટ જેહાદ' ગણાવ્યું છે, જ્યારે તેમની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ભાજપની રમત બરબાદ થઈ ગઈ છે.
હિતેન્દ્ર ઠાકુરને વિરારમાં વિનોદ તાવડે હાજર હોવાની માહિતી આપવા માટે ગૃહ મંત્રાલય અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવવામાં પણ તેઓ - રાઉતે ચૂક્યા ન હતા. રાઉતે કહ્યું કે ગૃહ મંત્રાલય ચોક્કસપણે જાણ તું જ હશે કે હિતેન્દ્ર ઠાકુરને વિનોદ તાવડેની માહિતી કોણે આપી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ પણ ચૂંટણી પંચને આ મામલે કડક કાર્યવાહી કરવા અને વિનોદ તાવડેની ધરપકડ કરવાની માંગ કરી છે.
પૈસાની વહેંચણીના તેમના પર લાગેલા આરોપો પર વિનોદ તાવડેએ કહ્યું કે, હું નાલાસોપારા (વિસ્તાર)માં પાર્ટી કાર્યકર્તાઓની મીટિંગનું આયોજન કરી રહ્યો હતો. ચૂંટણીના દિવસે આદર્શ આચારસંહિતા અને ઈવીએમ કેવી રીતે સીલ કરવા તે અંગે ચર્ચા ચાલી રહી હતી. તેમણે કહ્યું કે તેઓ તપાસ માટે તૈયાર છે. ચૂંટણી પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. હું ૪૦ વર્ષથી રાજકારણમાં છું. અપ્પા (હિતેન્દ્ર ઠાકુર) અને ક્ષિતિજ મને સારી રીતે ઓળખે છે.
પોતાના સાથીદારના બચાવમાં આવતા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું છે કે તાવડે રાષ્ટ્રીય મહાસચિવ છે અને શું આ પદ ધરાવતા લોકો આ રીતે પૈસા વહેંચશે? આ ધ્યાનમાં લેવું જોઈએ. ચૂંટણી હાથમાંથી નીકળી ગઈ હોવાથી વિપક્ષ દ્વારા ભાજપ અને તાવડેને બદનામ કરવામાં આવી રહેલ છે. રાજકીય વિરોધીઓએ વીડીયો બનાવી, વિરોધીઓએ મીડિયા મેનેજમેન્ટ કર્યું અને તાવડે એક ષડયંત્રનો શિકાર બન્યા છે.
પાલઘરના જિલ્લા કલેક્ટર ગોવિંદ બોડકેએ જણાવ્યું કે ફરિયાદ મળતાની સાથે જ ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચૂંટણી પંચની ટીમે સ્થળ પરથી ૯,૯૩,૫૦૦ રૂપિયા જપ્ત કર્યા છે. એફઆઇઆર નોંધવામાં આવી રહી છે. મતદાનના ૪૮ કલાક પહેલા વિરારમાં પ્રવેશવા બદલ તાવડે સામે કેસ નોંધવામાં આવ્યો છે, કારણ કે તેઓ તાવડે આ વિસ્તારના મતદાર નથી. બોડકેએ જણાવ્યું હતું કે તાવડેની કાર, હોટલ અને બેગની તપાસ કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
