<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ફ્લાઈટમાં અચાનક મોબાઈલ સળગતા મુસાફરોના જીવ પડીકે બંધાયા :ભારે અફરાતફરી :લોકોએ ચીસાચીસ-ધક્કામુકી કરી

મુસાફરોનો સ્માર્ટફોન ગરમ થઈ ગયો હતો, જેના કારણે તેમાંથી ધુમાડો નિકળ્યો અને પછી અચાનક આગ લાગી. આ આગ જોતજોતામાં વિમાનની સીટ પર ફેલાઈ ગઈ

કોલોરાડોના ડેનવર એરપોર્ટ પર સાઉથવેસ્ટ એરલાઈન્સની ફ્લાઈટમાં અચાનક મોબાઈલ સળગતા ભારે અફરતફરી મચી હોવાની ઘટનો વીડિયો સામે આવ્યો છે. ફ્લાઈટમાં એક મુસાફરના મોબાઈલની બેટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે સવાર 108 મુસાફરોને ઈમરજન્સી બહાર નિકળવા કહેવામાં આવ્યું હતું. અચાનક ઘટના બન્યાબાદ તમામ મુસાફરોના જીવ તાંડવવે ચોંટ્યા હતા, જેના કારણે લોકોએ ચીસાચીસ કર્યા બાદ ધક્કા-મુક્કી પણ કરી હતી. આગની ઘટનામાં બે લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

  મીડિયા અહેવાલો મુજબ એક મુસાફરોનો સ્માર્ટફોન ગરમ થઈ ગયો હતો, જેના કારણે તેમાંથી ધુમાડો નિકળ્યો અને પછી અચાનક આગ લાગી. આ આગ જોતજોતામાં વિમાનની સીટ પર ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મુસાફરો ચીસો પાડતા જોવા મળી રહ્યા છે. તેઓ બોલી રહ્યા છે કે, ‘બહાર નિકળો, જલ્દી બહાર નિકળો

સૌથી મોટી આશ્ચર્યજનક વાત એ છે કે, આટલી ગંભીર દુર્ઘટના બની છતાં કેટલાક મુસાફરોએ પોતાનો સામાન છોડ્યો નહીં અને તે લેવા માટે ધક્કા-મુક્કી કરતા રહ્યા. ક્રુ મેમ્બરે તાત્કાલીક બહાર નિકળવાનું કહેતા તમામ મુસાફરો ધક્કા-મુક્કી કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

ફ્લાઈટમાં ભારે અફરાતફરી મચ્યા બાદ ક્રૂ મેમ્બરે સ્થિતિ નિયંત્રણમાં કરી દીધી છે અને આગ પર કાબુ પણ મેળવી લીધો છે. ઘટનામાં બે મુસાફરોને ઈજા થઈ છે, જેમનો ફ્લાઈટની લેન્ડિંગ બાદ તુરંત સારવાર માટે લઈ જવાયા છે. જે મુસાફરનો મોબાઈલ સળગ્યો હતો, તેને પણ ઈજા થઈ છે અને તે સારવાર હેઠળ છે. બીજીતરફ ઘટના જામ થતાં જ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તુરંત તપાસના આદેશ આપી દીધા છે


 

(11:34 PM IST)