<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં ૮૦ લાખ કરોડનું નિવેશ થશે : જળમાર્ગ મંત્રી

બંદરગાહ ક્ષમતા, જહાજરાની, જહાજ નિર્માણ અંતરદેશીય જળ માર્ગના પ્રોત્સાહનને માટે રૂ. ૮૦ લાખ કરોડના નિવેશની યોજના

નવીદિલ્હી: કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સબ્રૉનંદ સોનોવાલ દક્ષિણ એશિયાના સૌથી મોટા સમુદ્રી વિચાર નેતૃત્વ શિખર સંમેલન સાગરમંથન “ધ ગ્રેટ ઓસિયંસ ડાયલાગ” ને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારતનો ઉદ્દેશ્ય ભારતના સમુદ્રિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા ઉપરાંત નિવેશ, બંદરગાહ ક્ષમતા, જહાજરાની, જહાજ નિર્માણ અંતરદેશીય જળ માર્ગના પ્રોત્સાહનને માટે રૂ. ૮૦ લાખ કરોડના નિવેશની યોજના છે. તેમાં મંત્રાલયની મુખ્ય યોજનાઓમાં કેરલમાં વિઝિમઝમ અંતરરાષ્ટ્રીય બંદરગાહ, મહારાષ્ટ્રમાં વધાવનમાં નવું મેગા બંદરગાહ અને નિકોબારમાં ગૈલાથિયા ખાડીનો સમાવેશ થાય છે. 

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના દૂરદર્શી નેતૃત્વમાં સાગરમાલા- સમુદ્રી અમૃતકાલ વિઝન જેવી પહેલોના માધ્યમથી અમારા મંત્રાલયે ભારતને વૈશ્વિક સમુદ્રી વ્યાપારમાં અગ્રણી બનાવવા, ૨૦૪૭ સુધી વિકસિત ભારતે પોતાનું લક્ષ્યને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ૨૦૪૭ સુધી ભારતે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક ક્ષેત્ર  (આઈએમઈઈસી) અને અંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન ક્ષેત્ર જેવી પહેલના માધ્યમથી રણનીતિક વેપાર માર્ગોનો લાભ ઉઠાવતા દર વર્ષે ૧૦ લાખ ટનની બંદરગાહ વ્યવસ્થા ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે.

સમ્મેલનમાં ગ્રીસના સમુદ્રી બાબતો અને દ્વિપીય નીતિ મંત્રી ક્રિસ્ટોસ સ્ટાલિયાનાઈડ્સ, માલદીવના મત્સ્ય પાલન અને મહાસાગર સંસાધન રાજ્ય મંત્રી અમજથ અહમદ, અર્જેટીનાના રિયો નીગ્રો પ્રાંતની રાષ્ટ્રીય પ્રતિનિધિ મારિયા લોરેના વિલાવર્ડે ની સાથે “આબ્ઝવૅર રિસર્ચ ફાઉન્ડેશન” (ઓઆર એફ) ના અધ્યક્ષ સમીર સરન એ સંબોધિત કર્યું હતું.


 

(11:56 PM IST)