News of Wednesday, 20th November 2024
મહાયુતિ કે મહાવિકાસ આઘાડી ? જનાદેશ EVMમાં કેદ
દેશનાં સૌથી સંપન્ન રાજય એવા મહારાષ્ટ્રમાં આજે મતદાનપર્વ : ૨૮૮ બેઠકો માટે ‘કરો યા મરો' જંગ : ૨૩મીએ પરિણામઃ શરદ પવાર - અજીત પવાર - ઉધ્ધવ ઠાકરે - ફડણવીસ - શિંદે સહિતના દિગ્ગજોના ભાવિનો ફેંસલો : સવારમાં જ ભાગવત - અક્ષયકુમાર - સચિન તેંડુલકર - રાજકુમાર રાવે કર્યુ મતદાન

મુંબઇ, તા.૨૦: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે ૭ વાગ્યાથી રાજ્યના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂકયું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. ૨૮૮ સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યપાલ સી.પી. રાધાકળષ્ણને કોલાબા વિધાનસભા મતવિસ્તાર હેઠળના મુંબઈમાં રાજભવન ખાતેના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. RSS ચીફ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ તેમની શાહીવાળી આંગળી બતાવી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપીના ઉમેદવાર અજિત પવારે મત આપ્યા બાદ કહ્યું કે, ‘લોકસભા દરમિયાન પણ અમારા પરિવારના સભ્યો એકબીજા સામે ચૂંટણી લડતા હતા અને બધાએ તે જોયું છે. મેં બારામતીમાં બધાને મળવાનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે આ વખતે બારામતીની જનતા મને વિજયી બનાવશે. અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ અને કબીર ખાને વહેલી સવારે જ મતદાન કર્યું હતું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મુંબઈમાં પોતાના વોટનો ઉપયોગ કર્યો હતો. અનેક મતદાન કેન્દ્ર પર મોટી મોટી લઈને જોવા મળી હતી .
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં કાંટાની ટક્કર છે. સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી વચ્ચે સ્પર્ધા છે. મહાયુતિમાં ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી સામેલ છે. મહા વિકાસ આઘાડીમાં ઉદ્વવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કૉંગ્રેસ સામેલ છે. બન્ને ગઠબંધન જીતવા માટે સક્ષમ છે
ભાજપ ૧૪૯ બેઠકો પર શિવસેના ૮૧ બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની ફઘ્ભ્એ ૫૯ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે ૧૦૧, શિવસેના
(UBT) ૯૫ અને NCP (SP) ૮૬ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાના બંને ઉમેદવારો ૫૦થી વધુ સીટો પર એકબીજાની સામે છે, જ્યારે ૩૭ સીટો પર બંને પવારોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
મુંબઈની લગભગ દોઢ કરોડની વસતીમાં કુલ મતદારોની સંખ્યા ૧,૦૨,૨૯,૭૦૮ છે, જેમાં મુંબઈ શહેરમાં ૨૫,૪૩,૬૧૦ અને મુંબઈ ઉપનગરમાં ૭૬,૮૬,૦૯૮ છે. તો લોકસભા ૨૦૨૪ની ચૂંટણી બાદ મુંબઈ શહેર જિલ્લામાં ૫૩,૩૭૨ મતદારોમાં વધારો થયો છે. તો મુંબઈ ઉપનગર જિલ્લામાં ૨,૩૭,૭૧૫ મતદારોનો વધારો થયો છે. આ દરમિયાન મોટી ઉંમરના તથા દિવ્યાંગોને ઘરની મતદાન કરવાની સગવડ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી, જેમાં મુંબઈ શહેર જિલ્લામાં કુલ ૨,૧૫૪ અને મુંબઈ ઉપનગર જિલ્લામાં ૪,૧૧૮ લોકો એમ કુલ ૬,૨૭૨ લોકોએ ઘરેથી મતદાન કર્યું હતુ.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં કુલ ૧૦,૧૧૭ પોલિંગ બૂથમાંથી ૭૬ જેટલા પોલિંગ બૂથને કિટ્રિકલ પોલિંગ બૂથ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ પોલિંગ બૂથમાં ભૂતકાળમાં સરેરાશ ૧૦ ટકા મતદાન થયું હતું. ઉદાહરણ તરીકે જો સરેરાશ મતદાન ૫૦ ટકા થયું હોય તેમાં કોઈ પણ પોલિંગ બૂથમાં ૧૦ ટકા કરતા ઓછું મતદાન થાય તો તે કિટ્રિકલ શ્રેણીમાં આવી જાય. ૭૬ કિટ્રિકલ પોલિંગ બૂથમાં મુખ્યત્વે કોલાબા, જુહુ અને મલાડ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે સ્પર્ધા જબરજસ્ત ટક્કર થવાની છે. છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રણેય સરકારો, ત્રણ મુખ્યમંત્રી અને ચાર ડેપ્યુટિ સીએમ જોવા મળ્યા છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં થયેલા વિભાજને રાજ્યના રાજનૈતિક સમીકરણોને સંપૂર્ણ રીતે બદલી દીધું છે અને અનેક ચોંકાવનારા ગઠબંધન જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનનું રાજકારણ કોઈ નવી વાત નથી. છેલ્લા છ વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતળત્વવાળા શિવસેના જૂથ અને અજિત પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) જૂથની આગેવાનીવાળી મહાયુતિ ગઠબંધનને ઉદ્ધવ ઠાકરેના નેતળત્વવાળી શિવસેના (UBT), શરદ પવારના એનસીપી જૂથ અને કૉંગ્રેસના એમવીએ જૂથ સામે ટક્કર મળી રહી છે.
બન્ને જ ગઠબંધનો માટે આ ચૂંટણી ફક્ત સત્તાની લડાઈ નથી પણ અસ્તિત્વ અને ઓળખની લડાઈ છે. દરેક ગઠબંધનને આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને પરિણામ કોઈના પણ પક્ષમાં જઈ શકે છે. આ એક એવી ચૂંટણી છે જે મહારાષ્ટ્રના રાજનૈતિક ભવિષ્યને ફરીથી નક્કી કરશે. જાણો બન્ને ગઠબંધનોના પક્ષમાં અને વિપક્ષમાં શું કામ કરી રહ્યું છે.
MVA શા માટે જીતી શકે તેના ત્રણ કારણો જાણો
વૈચારિક મતભેદોને કારણે ૨૦૧૯માં મહાવિકાસ આઘાડી ગઠબંધન થયું હતું. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. જો કે, ૨૦૨૨ માં, એકનાથ શિંદેના પક્ષપલટાને કારણે ઉદ્ધવની સરકાર પડી. આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે MVA ઘણા મુખ્ય પરિબળો પર ગણતરી કરી રહ્યું છે. MVA હવે તેના પડકારોને તેની શક્તિમાં ફેરવવા માંગે છે.
MVM લોકસભા ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ આ ચૂંટણીઓમાં મનોવૈજ્ઞાનિક ધાર સાથે પ્રવેશ કરી રહી છે, જ્યાં તેણે મહારાષ્ટ્રમાં ૪૮ માંથી ૩૧ બેઠકો જીતી હતી. ભાજપની સંખ્યા ૨૩થી ઘટીને માત્ર ૯ રહી ગઈ છે. કોંગ્રેસે ૧૩, શિવસેના (UBT) ૯ અને NCP (SP) ૮ બેઠકો જીતી હતી. એસેમ્બલી ડેટા દર્શાવે છે કે MVA એ લગભગ ૧૬૦ વિધાનસભા મતવિસ્તારોમાં લીડ લીધી છે, જે ૧૪૫ સીટોના બહુમતી ચિホ કરતાં ઘણી વધારે છે.
જો કે, રાજકીય વિશ્લેષકો લોકસભાના વલણોને રાજ્યની ચૂંટણીઓ સાથે સીધી રીતે જોડવા સામે સાવચેતી રાખે છે, જ્યાં સ્થાનિક મુદ્દાઓ પ્રભુત્વ ધરાવે છે. રાજકીય વિશ્લેષક અંબરીશ મિશ્રા કહે છે કે લોકસભાની લીડ એટલી મજબૂત નહીં હોય. કારણ કે અગાઉના મુદ્દાઓ જેવા કે મરાઠાઓ માટે આરક્ષણ અને એમવીએ અભિયાન કે જે ભાજપ બંધારણ બદલવા માંગે છે તેની ગતિ ગુમાવી દીધી છે. વધુમાં, હરિયાણામાં JEET સહિત મહાયુતિનું પુનરુત્થાન અને લડકી બેહન જેવી લોકપ્રિય યોજનાઓ વાર્તા બદલી શકે છે.
શિવસેના અને એનસીપીને વિભાજીત કરવામાં ભાજપની ભૂમિકા અને ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તેમના ચૂંટણી ચિન્હ અને માન્યતા છીનવી લેવાથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ પેદા થઈ છે. આ ભાવના લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળી હતી અને તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે. એનસીપી (એસપી)ના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નેતાઓ એકનાથ શિંદે અને અજિત પવારની સાથે હોવા છતાં પણ કાર્યકરો ઉદ્ધવ અને શરદ પવારને વફાદાર છે. જનતાને એ પણ યાદ છે કે ઠાકરે જ્યારે કરોડરજ્જુનું ઓપરેશન કરાવી રહ્યા હતા ત્યારે શિંદે કેવી રીતે પક્ષપલટો કર્યો અને કેવી રીતે અજિત પવારે શરદ પવારને નિવળત્ત થવા વિનંતી કર્યા પછી તેમને દગો આપ્યો. રાજકીય વિવેચક શ્રીકાંત દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્ય મતદારો આને ભાજપ દ્વારા આચરવામાં આવેલ સત્તાના ભૂખ્યા તકવાદ તરીકે જુએ છે, જે તેમની સામે રોષ પેદા કરે છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં MVAની તરફેણમાં મરાઠા, મુસ્લિમ અને દલિત મતોનું નોંધપાત્ર એકત્રીકરણ જોવા મળ્યું. મરાઠાઓનો ગઢ ગણાતા મરાઠવાડાએ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને આઠમાંથી માત્ર એક બેઠક આપી. મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલ પર પોલીસે કરેલા લાઠીચાર્જના ગુસ્સાને કારણે આવું બન્યું હતું. મુસ્લિમ અને દલિત મતદારોએ પણ લોકસભામાં પ્સ્ખ્ની સફળતામાં ફાળો આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના નેતાઓએ ૧૪ બેઠકો પર ગઠબંધનની હાર માટે આ એકીકરણને જવાબદાર ઠેરવ્યું હતું અને તેને વોટ જેહાદ ગણાવ્યું હતું.
૨૦૨૨માં શિવસેનાના નેતળત્વ સામે એકનાથ શિંદેના બળવો અને ૨૦૨૩માં અજિત પવારના NCPથી અલગ થયા બાદ રચાયેલ મહાયુતિ ગઠબંધન જટિલ ચૂંટણી મેદાનનો સામનો કરી રહ્યું છે. રાજકીય અને સામાજિક વિભાજન હોવા છતાં, ગઠબંધને તેની સ્થિતિ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓનો લાભ લીધો છે. ચાલો જાણીએ ત્રણ કારણો જેના કારણે મહાયુતિ મજબૂત દેખાઈ રહી છે.
મહાયુતિનું નેતળત્વ મુખ્યમંત્રી પદના ત્રણ મોટા દાવેદારો કરી રહ્યા છે. વર્તમાન સીએમ એકનાથ શિંદે છે, જેઓ કલ્યાણકારી યોજનાઓ અને આક્રમક છબી નિર્માણ માટે જાણીતા છે. અજિત પવાર તેમની વહીવટી કુશળતા માટે જાણીતા છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ બે વખત પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકયા છે. ફડણવીસે એ વાત પર ભાર મૂકયો છે કે આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ગઠબંધનની સ્પષ્ટ નીતિ છે. તેણે મ્યુઝિકલ ચેરની ગોઠવણ અંગેની અટકળોને ફગાવી દીધી. ભાજપ ૧૪૯ બેઠકો પર, શિંદેનો જૂથ ૮૧ બેઠકો પર અને પવારનો જૂથ ૫૬ બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે.
ભાજપના ‘બટેંગે તો કટેંગે', ‘એક હૈ તો સેફ હૈ' નારાઓ ચર્ચામાં અને વિવાદમાં પણ રહ્યા, તેમાંય વળી યોગી આદિત્યનાથ બટેંગે તો કટેંગે નારા મહાયુતિમાં વિવાદ રહ્યો હતો. મહાયુતિ મતદારોને ધર્મના આધારે જોડતી હોવાનો આક્ષેપ એમવીએ દ્વારા કરવામાં આવ્યો હતો. યોગીના મંત્ર ‘બટેંગે તો કટેંગે'ને ફક્ત વિપક્ષો તરફથી જ નહીં, પણ મહાયુતિના સાથી પક્ષોના કેટલાક નેતાઓ તરફથી નાપસંદ કરવામાં આવ્યો હતો. ફડણવીસે આ મંત્ર વિશે સ્પષ્ટતા કરી હતી છતાં મહાયુતિમાં આ નારો મૂંઝવણનું કારણ બન્યો હતો.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
