News of Wednesday, 20th November 2024
બાઈડેને ખભા પર મૂકયો હાથ, PM મોદીએ ટ્રુડો સામે સ્મિત કર્યું પણ હાથ ન મિલાવ્યો

બ્રાઝિલની રાજધાની રિયો ડી જેનેરિયામાં G20 સમિટનું સમાપન થયું છે. G20 સમિટના બીજા દિવસે ફોટો સેશનમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી હસતા જોવા મળ્યા, ટ્રુડો હસતા હતા અને બાયડેન બંને સાથે વાત કરી રહ્યા હતા. જો બાઈડેન વડાપ્રધાન મોદીના ખભા પર હાથ મુકે છે. જ્યારે વડાપ્રધાન મોદી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સામે હસતા હતા, પરંતુ હાથ મિલાવ્યો નહતો. ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ગયા વર્ષે G20 સમિટ બાદ શરૂ થયો હતો. ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાન મોદી મંગળવારે બ્રાઝિલ, ચિલી અને આર્જેન્ટિનાના પ્રમુખને મળ્યા હતા અને સંરક્ષણ, ઊર્જા, બાયોફયુઅલ અને કળષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. નાઈજીરિયાની બે દિવસની મુલાકાત બાદ રવિવારે બ્રાઝિલના રિયો ડી જેનેરિયામાં પહોંચેલા વડાપ્રધાન મોદી અહીં ઞ્૨૦સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાને મળ્યા હતા અને ઞ્૨૦ના અધ્યક્ષતા દરમિયાન કરવામાં આવેલા વિવિધ -યાસો માટે બ્રાઝિલનો આભાર માન્યો અને પ્રશંસા કરી હતી.(
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
