News of Wednesday, 20th November 2024
નવુ વાવાઝોડુ ‘ફેનગલ' ઉદભવશેઃ શ્રીલંકામાં ટકરાશે
ડીપ્રેશન સિસ્ટમ્સ મજબુત બની ચક્રવાત બનશેઃ હવામાન ખાતાની ચાંપતી નજર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ફરી એકવાર એક નવા વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૧ નવેમ્બરે આંદામાન સાગર ઉપર એક ચક્રવાત બનવાની સંભાવના છે, જે ૨૨થી ૨૩ નવેમ્બર વચ્ચે વધુ તીવ્ર થઈ શકે છે.દેશભરમાં ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે, શિયાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આઇએમડી એ દેશના ઘણા રાજ્યોમાં વીજળી અને છૂટાછવાયા વરસાદ વચ્ચે હવામાન પર એક મોટું અપડેટ આપ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
જો કે, આઇએમડી અનુસાર, ફરી એકવાર બંગાળની ખાડીમાં નવા ચક્રવાતના સંકેત મળી રહ્યા છે. જો કે, હવામાન વિભાગના અહેવાલ મુજબ, આ ચક્રવાતનો ભારતીય દરિયાકાંઠા પર સંપૂર્ણપણે અલગ ટ્રેક અને અસર કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૧ નવેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓની દક્ષિણે આંદામાન સાગર પર ચક્રવાત સર્જાય તેવી શકયતા છે. આ ચક્રવાત ૨૨ થી ૨૩ નવેમ્બરની વચ્ચે વધુ તીવ્ર બની શકે છે. જો આમ થશે તો ૨૩ નવેમ્બર સુધીમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે. આઇએમડીનો અંદાજ છે કે ૨૩ નવેમ્બર સુધીમાં ડિપ્રેશન બનવાની શકયતા છે.
આઇએમડીના રિપોર્ટ અનુસાર, લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થઈને પヘમિ અને ઉત્તર-પヘમિ તરફ આગળ વધશે, ત્યારબાદ તે વધુ મજબૂત થઈ જશે અને પછી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. આઇએમડીએ સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે ૨૬ અને ૨૭ નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે.
જો કે, આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે હવામાનના આ તબક્કે આ ચક્રવાત વિશે અંતિમ આગાહી કરવી અને તેના ટ્રેક અને તીવ્રતાનો અંદાજ લગાવવો શકય નથી. આ નવી સિસ્ટમ્સ અને આગામી દિવસોમાં તેની હિલચાલ એ વાત તેના નિર્ભર કરે છે કે આવનારા દિવસોમાં શું થવાનું છે. તોફાન આવશે કે નહીં, તે આ હવામાન ણાલીની ગતિ જોઈને સમજી શકાય છે.
પરંતુ જો આ સિસ્ટમ્સ ચક્રવાત બને છે તો આ સીઝનનું બીજું ચક્રવાત હશે અને સભ્ય દેશ સાઉદી અરેબિયાના સૂચન મુજબ, આગામી વાવાઝોડાનું નામ ‘ફેનગલ' રાખવામાં આવશે અને ઉચ્ચાર ‘ફીનજલ' કરવામાં આવશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
