News of Wednesday, 20th November 2024
શેરબજારમાં રોકાણ ઘટયું : બેંક ડીપોઝીટ ખૂબ વધી : ૧૫ દિવસમાં બેંક ડીપોઝીટ રૂ.૩૫ લાખ કરોડ વધી
૮૧% યુવાનો દર મહિને કમાણીમાંથી ૨૦ ટકાની કરે છે બચત

મુંબઈ, તા.૨૦: વધુ વળતર મેળવવા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયના મોટાભાગના ભારતીય યુવાનો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારમાં રોકાણ કરવાને બદલે સીધા શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ફિનવાન સર્વેક્ષણ મુજબ, Millennials-Gen Z ના ૮૧% લોકો તેમની માસિક આવકના ઓછામાં ઓછા ૨૦% બચાવે છે. તેમાંથી ૪૫% ડાયરેક્ટ શેરોમાં અને ૨૦% મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઈક્વિટીમાં રોકાણ કરે છે. સર્વે અનુસાર મોંઘવારીના કારણે રોજિંદા ખર્ચમાં વધારો થવાને કારણે રોકાણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે, હાલમાં શેરબજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારો હવે બેંકોમાં વધુ નાણાં જમા કરાવી રહ્યા છે.
આરબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા ૫૦ દિવસથી સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે, રોકાણકારોએ હવે બેંકોની મદદ લેવાનું શરૂ કર્યું છે. આરબીઆઈના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં જ્યારે બજાર સર્વકાલીન ઊંચા સ્તરે હતું ત્યારે બેંકોમાં જમા રકમ ઘટીને ૨૧૫.૦૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ ઓક્ટોબરમાં સેન્સેક્સ ૬% ઘટયો અને રોકાણકારોને ભારે નુકસાન થયું, જેના કારણે રોકાણકારોએ બેંકોમાં થાપણો વધાર્યા અને ૧૮ ઓક્ટોબરે કુલ થાપણો વધીને ૨૧૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ૧ નવેમ્બરના રોજ પૂરા થતા પખવાડિયામાં બેંક ડિપોઝિટમાં રૂ. ૨.૩૫ લાખ કરોડનો વધારો થયો છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
