<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

બ્‍લડપ્રેશરની સમસ્‍યાથી પીડાતા લોકો માટે ફકત એક ગોળી અસરકારક

દિલ્‍હી એઇમ્‍સ અને લંડનની કોલેજે દવા શોધી : દેશમાં ૧૯૮૧ લોકો પર -પ્રોગ કરવામાં આવ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૦: બ્‍લડપ્રેશરની સમસ્‍યાથી પીડાતા લોકોને અલગ-અલગ સમયે અલગ-અલગ દવાઓ લેવાની જરૂર રહેશે નહીં. ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ મેડિકલ સાયન્‍સ (AIIMS), દિલ્‍હી અને ઈમ્‍પીરીયલ કોલેજ, લંડનએ તમામ દવાઓને જોડીને એક ગોળી તૈયાર કરી છે. તે બ્‍લડપ્રેશરને નિયંત્રિત કરશે અને હાલની દવાઓ કરતાં પાંચ ગણી વધુ અસરકારક રહેશે.

આ દવા ભારતના ચાર પ્રદેશોમાં ૩૫ સ્‍થળોએથી ૧,૯૮૧ સહભાગીઓને આપવામાં આવી હતી. આમાંના મોટા ભાગના પર દવા અસરકારક હતી. તેમાં ૪૨% મહિલાઓનો સમાવેશ થાય છે, જેમની સરેરાશ ઉંમર ૫૨.૧ વર્ષ હતી. આ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે દવાઓ વિવિધ વસ્‍તી માટે યોગ્‍ય છે. AIIMSના પ્રોફેસર અંબુજ રોય કહે છે કે દવા અનુકૂળ અને સલામત છે. આ એક મોટા જાહેર આરોગ્‍ય બોજને નિયંત્રિત કરે છે.

ભારતમાં સેન્‍ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ (CCDC) દ્વારા કહેવામાં આવ્‍યું હતું કે AIIMS અને ઈમ્‍પિરિયલ કોલેજના બે વર્ષ મદદ કરશે. અભ્‍યાસ બાદ દવા બનાવવામાં સફળતા મળી. ભારતીયો અને દક્ષિણ એશિયાના લોકોના બ્‍લડ પ્રેશરને લગતો આ એક ઉપયોગી અભ્‍યાસ છે. ભારતમાં ૩૦ કરોડથી વધુ લોકો બ્‍લડપ્રેશરથી પીડાય છે. બ્‍લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે ડૉક્‍ટરો ઘણા સૂચનો આપે છે. આ અભ્‍યાસ બાદ ડોક્‍ટરો પાસે રોડમેપ હશે. અભ્‍યાસ મુજબ, નવી ગોળી છ મહિનામાં ૭૦ ટકા દર્દીઓ પર અસરકારક રહી અને તેમનું બ્‍લડપ્રેશર નિયંત્રણમાં રહ્યું. પ્રતિકૂળ અસરો માત્ર ત્રણ ટકા લોકોમાં જોવા મળી હતી.

(11:43 AM IST)