<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન

ભાજપ અધ્‍યક્ષનો ૫૧થી વધુ સીટો જીતવાનો દાવો

રાંચી, તા.૨૦: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની ૩૮ બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજા તબક્કામાં કુલ ૫૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ૩૧ મતદાન મથકો પર સવારે ૭ થી સાંજે ૪ વાગ્‍યા સુધી મતદાન થશે, આ સિવાય બાકીના મતદાન કેન્‍દ્રો પર સાંજે ૫ વાગ્‍યા સુધી મતદાન થશે. તમામ બૂથ પર કડક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ તબક્કા માટે ૧ કરોડ ૨૩,૫૮,૧૯૫ મતદારો નોંધાયા છે. સંથાલ પરગણાની ૧૮ બેઠકો, ઉત્તર છોટાનાગપુરની ૧૮ બેઠકો અને દક્ષિણ છોટાનાગપુરની ૨ બેઠકો પર મતદાન થશે.

ઝારખંડ ભાજપના અધ્‍યક્ષ અને ધનવર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલાલ મરાંડીએ કહ્યું, ઝારખંડના લોકોનો મૂડ હેમંત સોરેનની સરકાર બદલવાનો છે કારણ કે લોકોએ ૫ વર્ષથી ઘણું સહન કર્યું છે. આજે લોકો પરિવર્તન માટે મત આપશે અને લોકો ભાજપ-એનડીએની તરફેણમાં મતદાન કરશે. ભાજપ-એનડીએને ૫૧થી વધુ બેઠકો મળશે.

જેએમએમના સાંસદ નલિન સોરેને મત આપ્‍યા પછી કહ્યું, ઙ્કઆજે જ નહીં, હું પહેલાથી જ મતદાન કરવા સૌથી પહેલ પહોંચી જઉં છું. જનતાએ વિકાસના મુદ્દે વોટ આપવાનું શરૂ કર્યું છે. અમારી સરકાર છે અને રહેશે. જેએમએમનું વિઝન આ વિસ્‍તારના વિકાસ માટે છે.

(4:46 PM IST)