<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

અક્ષય કુમારે મત આપ્યા બાદ મતદાનની અપીલ કરી સચિન તેંડુલકરે પરિવાર સહિત મતદાન કર્યું.

અક્ષય કુમારે પોલિંગ બૂથની અંદરની વ્યવસ્થાની પ્રશંસા કરી અને લોકોને મોટી સંખ્યામાં મત આપવા માટે અપીલ કરી

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેને લઈને વહેલી સવારેથી મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતાની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પહોંચી રહ્યા છે.

અભિનેતા અક્ષય કુમાર) પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યો હતો. બોલિવૂડ સુપરસ્ટાર બ્લેક શર્ટ અને ચેક પેન્ટમાં ડેશિંગ જોવા મળી રહ્યો હતો. અક્ષય કુમારે ભારત જવાબદાર નાગરિક તરીકે તેના મતનો ઉપયોગ કર્યો છે. અક્ષય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં પોલિંગ બૂથની અંદરની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે લોકોને મોટી સંખ્યામાં મત આપવા માટે અપીલ કરી હતી.

સચિન તેંડુલકરે પરિવાર સહિત મતદાન કર્યું. ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે મતદાન કર્યું હતું. રિતેશ દેશમુખે મતદાન કર્યું

(1:15 PM IST)