તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 20th November 2024
કથા-સ્થાન મંત્રોથી ગુંજયું: ઉર્જામય માહોલ
પૂ. મોરારીબાપુની રામ કથા પૂર્વે રેસકોર્સ મેદાનમાં ૧૦૮ કુંડી યજ્ઞ સંપન્નઃ વૈદિક મંત્રોથી ઉર્જા ઉઠીઃ દેશ-વિદેશના દાતાઓ યજમાન બન્યાઃ ૧ર વર્ષ બાદ રાજકોટમાં પૂ. બાપુના વ્યાસાસને કથા

રાજકોટ તા. ર૦: સદભાવના વળદ્ધાશ્રમના વડિલો અને વળક્ષોના લાભાર્થે આગામી તા.૨૩મીથી યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા પૂર્વે આજે દેવોને આહવાન કરવા વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦૮ કુંડ માનસ સદભાવના યજ્ઞ દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો.
વૈશ્વિક રામકથા ‘‘માનસ સદભાવના'' માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાયો હતો, દરેક કુંડ પર એક એમ કુલ ૧૦૮ ઉપાચાર્યો એ યજ્ઞ કરાવ્યો હતો.યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાષાોક્ત વિધિથી ‘‘શ્રી રામ નામની'' આહુતિઓ અર્પણ કરી હતી, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામળત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાયું હતું. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દીધું. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કળતિના દર્શનની પણ ઝાંખી થઇ હતી.
દરેક કુંડ પર ૨ યજમાન દંપતી એટલે કે ૨૧૬ યજમાન દંપતીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના બહેનોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી દેવોને આહવાન કર્યું હતું.આ યજ્ઞની વિશેષતા એ રહી કે યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય એમાં કયાંય પર્યાવરણને નુકસાન કરે એવી પ્લાસ્ટિક સહિતની કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત યજમાન દંપતીઓને પણ રીસાઈકલેબલ મટિરિયલ એટલે કે કાગળ અને કાપડની બેગ વગેરે આપવામાં આવ્યું હતું
યજ્ઞમાં સહભાગી થવા દુબઈ,મસ્કત સહિત વિશ્વભરમાંથી સદભાવનાના દાતાઓ અને શુભેચ્છકો પધાર્યા હતા તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ યજ્ઞમાં યજમાનપદે રહ્યા હતા. દરેક યજમાનોને આગલે દિવસે જ ધોતી, ખેસ સહિતની કીટ પહોંચાડી દેવામાં આવી હતી.પુરુષ યજમાનો ધોતી કુર્તા સાથે પરંપરાગત વષાોમાં યજ્ઞમાં બેઠા હતા. યજમાન દંપતીઓને યજ્ઞની પ્રસાદી રૂપે તાંબાનું તરભાણું પંચપાત્ર સહિતનો સેટ,રુદ્રાક્ષની માળા અને પૂજનમાં રાખેલી સોપારી અર્પણ કરવામાં આવી હતી
રેસકોર્સના મેદાનમાં માનસ સદભાવના યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારને કારણે દિવ્ય ઊર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતું.
‘‘માનસ સદભાવના યજ્ઞ'' સમિતિના ઉમેશભાઈ માલાણી િ માલાણી કંસ્ટ્ર.ીં , ડી. કે. પટેલ ચાર્ટડ એકાઉન્ટન્ટીં, અમર ભાલોડીયા ગિેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ , રાજકોટીં, પ્રતિક ડઢાણિયા આિર્કિટેક્ટીં હરિશ રાણપરા ચિાર્ટડ એકાઉન્ટન્ટીં સહિતના મહાનુભાવોએ યજ્ઞને દિવ્યાતિદિવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી.
આજના યુગમાં વળદ્ધાશ્રમો એ વળદ્ધોના આશ્રયસ્થાનો નહિ પણ વડિલોના માનાશ્રમો છે એવું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જય છનિયારાએ જણાવ્યું હતું. તેમણે સદભાવના વળદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિબાપુની રામકથા માટે જન જનમા જોવા મળતા ઉમંગની ખૂબ પ્રશંસા કરી હતી.
જય છનિયારાએ જણાવ્યું હતું કે, ‘‘પહેલા ૫ વર્ષ બાળકની આંગળી પકડનાર માતા-પિતાનો જિંદગીના છેલ્લા ૫ વર્ષ હાથ ઝાલવો એ દરેક સંતાનની ફરજ છે.આજે વળદ્ધાશ્રમો સમયની માંગ બની ગયા છે. સંતાનો માતા-પિતાને તરછોડે એવા કિસ્સા બહુ ઓછા બને છે પણ વડિલોના નિરાધારપણાને કારણે વળદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે.''
એમણે વળક્ષારોપણની પ્રવળતિ માટે સદભાવનાના ખૂબ વખાણ કર્યા અને જણાવ્યું કે દેશને હરિયાળો કરવા સદભાવનાએ જે પહેલ કરી છે તે અપ્રતિમ છે. વળક્ષ પર જ્યારે કુહાડો ચાલતો હોય છે ત્યારે એમાં કયાંક લાકડાનો હાથો જવાબદાર હોય છે.
જયભાઈએ વધુમાં કહ્યું કે કથાના અક્ષરો ઉલટાવીએ તો થાક થાય.એનો અર્થ એ કે કથા સાંભળવાથી થાક ઉતરી જાય છે માટે આપણે સૌ સદભાવના આયોજિત પૂ.મોરારિબાપુની કથાનો ખૂબ લાભ લેશું.
વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ઙ્કમાનસ સદભાવનાઙ્ઘનું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
આગામી તા.૨૩ મીથી રેસકોર્સ મેદાન ખાતે ‘‘માનસ સદભાવના કથા‘‘ નો રામમય વાતાવરણમાં પ્રારંભ થશે, રાજકોટમાં પ્રખર રામાયણી મોરારીબાપુના વ્યાસાસને લગભગ બાર વર્ષ પછી આ કથા યોજાઈ રહી છે, આજથી બાર વર્ષ પહેલા બાપુએ રાજકોટમાં યોજાઈ ગયેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમ દરમિયાન બુદ્ધથી બાબા આંબેડકર સુધી સમરસતા અંગે નવ દિવસની કથા કરવા વિચાર વ્યક્ત કર્યો અને રાજકોટના એ સમયે સાહિત્યકારો, દાતાઓ અને વિવિધ સમાજના સંગઠનોએ બીડું ઝડપી લીધું હતું.આ કથા પણ રેસકોર્સના વિશાલ મેદાનમાં જ યોજાઈ હતી.
બાર વર્ષ પહેલાની આ પ્રસંગની સ્મળતિ તાજી કરતા કાલાવાડ કોલેજના એસોસિએટેડ પ્રોફેસર, લેખક અને મોટિવેશનલ સ્પીકર ડો. સુનિલ જાદવે જણાવ્યું હતું કે, ‘‘મારા એક પુસ્તકના વિમોચન સમારોહમાં બાપુની પાવન ઉપસ્થિતિ હતી, એ સમયે પદ્મશ્રી ભીખુદાનભાઈ સહિતના લોક સાહિત્યકારો, સાહિત્યકારો હાજર હતા બાપુએ પોતાના વક્તવ્ય દરમિયાન એવો વિચાર વ્યસ્ક્ત કર્યો કે સમરસતા વિષે બોલવા માટે તો એક દિવસ ઓછો પડે, આના માટે તો નવ દિવસ બોલીએ તો પણ ઓછું લાગે. બાપુના આ વિચારને ઉપસ્થિત મહાનુભવોએ વધાવી લીધો અને રાજકોટમાં ખાસ સમરસતા માટે બાપુની કથા યોજાઈ હતી, મને આજે એ બાર વર્ષ પહેલાની કથાનું બીજ મારા પુસ્તક વિમોચન સમારોહમાં વવાયું હતું એનું આજે પણ ગૌરવ થાય છે અને બાર વર્ષ પહેલાના એ દિવસો અને કથાના એક એક દ્રશ્યો આજે પુનઃ તાજા થઇ રહ્યા છે . એ કથા વખતે વિવિધ સમાજના પ્રતિનિધિઓને આરતી પણ ઉતારવાનો લ્હાવો મળ્યો હતો, એ દ્રશ્યોમાં ‘‘એક રાજકોટ,નેક રાજકોટ'' ના દર્શન થતા હતા.''
સદભાવના વળદ્ધાશ્રમના વિશાળ નવા સંકુલ અને વળક્ષારોપણના અભિયાનના લાભાર્થે ‘‘માનસ સદભાવના'' વૈશ્વિક રામકથા યોજાઈ રહી છે ત્યારે પર્યાવરણના મહત્વ અને વળદ્ધાશ્રમની વર્તમાન સમયમાં કેમ જરૂરી છે તેની હકીકત ડો.સુનિલ જાદવે રજૂ કરી હતી.
રામકથા માટે ર૦ કરોડનું વીમા કવચ
સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૪.૬૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું: આકસ્મિક ઘટના, આગ સહિતના જોખમોને આવરી લેવાયા
રાજકોટ તા. ર૦: સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વળધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, તા.૨૩ નવેમ્બર શનિવારથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘‘માનસ સદભાવના'' વૈશ્વિક રામકથાનો પ્રારંભ થવા જઈ રહયો છે અને રામકથાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. રેસકોર્ષ મેદાન ખાતે રામકથા સ્થળ ખાતે જર્મન ડોમ, લાઈટ, મંડપ, સાઉન્ડ, એલ.ઈ.ડી. સ્ક્રીન સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. ભાવિકોની સુરક્ષા માટે સદભાવના વળધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા ૨૦ કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. કોઈ આકસ્મિક ઘટના, આગ સહિતના જોખમોને આ વીમા પોલીસીમાં આવરી લેવામાં આવ્યા છે. આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી વૈશ્વિક રામકથા માટે વીમો ઉતારવામાં આવ્યો છે, જેમા માટે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા રૂ.૪.૬૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.
સદભાવના વળદ્ધાશ્રમના લાભાર્થે પૂ. મોરારિ બાપુની ‘‘માનવ સદભાવના'' વૈશ્વિક રામકથા તા. ૨૩ નવેમ્બર, શનિવારથી શરૂ થશે જે પૂર્વે વિરાણી હાઈસ્કૂલથી વિશાળ પોથીયાત્રા નીકળવાની છે. શનિવારે સવારે ૮-૩૦ વાગ્યે વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડથી ભવ્ય પોથી યાત્રા શરૂ થશે જે હેમુ ગઢવી હોલ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક,બહુમાળી ભવન થઈ રેસકોર્સ ખાતે પહોંચશે. જેમાં ૨૦૦૦ મહિલાઓ રામચરિત માનસની પોથીને પોતાના મસ્તક પર ઉપાડશે.
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૩ નવેમ્બર, શનીવારના રોજ સાંજે ૪-૦૦થી પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર રોજ સવારે ૯-૦૦ થી બપોરે ૧-૩૦ સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારિબાપુ રસપાન કરાવશે. આ ભકિતસભર રામકથા શ્રવણપાનનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વળધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ છે.
વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘‘માનસ સદભાવના''નું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
રંગોળીઓથી કલાત્મક માહોલ સર્જાશે
રાજકોટ તા. ર૦: સદભાવના વળદ્ધાશ્રમની વૈશ્વિક રામકથાના અવસરે પોથીયાત્રાના રુટપર અને કથા સ્થળે અદભૂત રંગોળીની સેવા કિંજલબેન રાજપૂત દ્વારા થશે.
તા.૨૩મી એ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલથી શરૂ થાય ત્યાંથી કથાસ્થળ સુધી અલગ અલગ ટ્રેડિશનલ રંગોળી ઓર્ગેનિક રંગોથી સજાવવામાં આવશે વળી કથાસ્થળે વિશાળ કદની હનુમાનજીની રંગોળી બનાવવામાં આવશે તો સ્વાગત કક્ષમાં પણ અયોધ્યાના રામ લલ્લાની રંગોળી ફ્લાવરના ડેકોરેશનથી તૈયાર કરવામાં આવશે સાથે સાથે પૂ.મોરારિબાપુનું પોટ્રેટ પણ બનાવાશે.
કિંજલબેને જણાવ્યું હતું કે ૨૨મી નવેમ્બરે આખી રાત રંગોળીનું કામ ચાલશે. કથાસ્થળની ૨ રંગોળી નિયમિત રિતે અલગ અલગ પ્રકારની બને એવા પ્રયાસ પણ કરવામાં આવશે. જોનાર માટે એક સામાન્ય રંગોળી હોય છે પણ રંગોળી તૈયાર કરનાર કલાકાર માટે પોતાનો ભાવ નિચોવવાનો હોય છે માટે લોકોએ રંગોળી વિખાય નહિ એવો પ્રયાસ કરવો જોઈએ.
કિંજલબેને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ પ્રોફેશનલ રંગોળી આર્ટિસ્ટ તરીકે કામ કરે છે તેઓ સાળંગપુરના હનુમાનજીના વાઘા તૈયાર કરે છે અને બાગેશ્વર બાબા રાજકોટ આવ્યા એ વખતે પણ તેમણે રંગોળી બનાવી હતી.
વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘‘માનસ સદભાવના''નું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
કથાને ભવ્ય બનાવવા શ્રેષ્ઠીઓની જહેમત
રાજકોટ તા. ર૦: સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડઘરી પાસે સદભાવના વળધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વળક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે.
આ વૈશ્વિક રામકથાના આયોજનને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા કાર્યાલય કાર્યરત કરાયું છે. આ રામકથા કાર્યાલય ખાતે વિવિધ ઉદ્યોગપતિઓ, દાતાઓ, સામાજિક શ્રેષ્ઠીઓ, પ્રબુધ્ધ નાગરિકો આ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી સહભાગી થઈ રહયા છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોશીએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ રામકથા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
નરેન્દ્રભાઈ પાંચાણી સદભાવના વળધ્ધાશ્રમના સાથ સહકારથી શહેરમાં ૩ હજારથી વળક્ષોનું વાવેતર અને સારસંભાળ રાખવાની કામગીરી સંભાળી રહયા છે તેમજ વૈશ્વિક રામકથામાં વિજયભાઈ ડોબરીયાના નિદેર્શ પ્રમાણે જુદા-જુદા વિસ્તારોમાં દાતાઓ સાથે તેમજ કથામાં જોડાવવા અંતર્ગત સંકલન સમિતિ સાથે કાર્યરત છે. શહેરના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે સંકલન કરી સદભાવના વળધ્ધાશ્રમ, પીપળીયા ભવન ખાતે બેઠકનું આયોજન પણ કરેલ છે.
આ તકે નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, ‘‘સૌરાષ્ટ્ર એ સંતો અને સુરાની ભુમિ તરીકે ખ્યાતનામ છે.અહીં ભુખ્યાને ભોજન અને નિરાશ્રીતોને આશરો મળી રહે છે ત્યારે સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા આ વિશ્વ ફલકના વળધ્ધાશ્રમ ભવનનું નિર્માણ કરવામાં આવી રહયું છે જેને લઈને પૂ. મોરારિબાપુની રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહયું છે, રામકથાનું આયોજન સમાજમાં સત્કાર્યની સુહાસ પ્રસરાવશે ત્યારે આ ધાર્મિકોત્સવમાં સહપરિવાર સહભાગી થઈ કથાશ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ હતું.''
સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમની સેવા પ્રશંસનીય
રાજકોટ તા. ર૦: સદભાવના વળદ્ધાશ્રમ માવતરો અને વળક્ષોની સાથે બળદ અને શ્વાનની પણ ખૂબ સેવા કરે છે માટે સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે યોજાનાર પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથામાં આપણે સૌ તન, મન, ધનથી સહયોગ આપીએ એવું જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ બાંભરોલિયાએ જણાવ્યું હતું.
ઈશ્વરભાઈએ કહ્યું કે, ‘‘પિપળીયા ભવનમાં માવતરોની અદભૂત સેવા થઈ રહી છે હવે એનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે અનેક લોકો એમાં સહયોગી બન્યા છે અને હજુ અનેક લોકો સહયોગી બનવા તત્પર છે ત્યારે સદભાવનાની અદભૂત સેવા પ્રવળત્તિ માટે આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. જન્મદિવસ અને લગ્નતિથિ કે કોઈ પણ પ્રસંગે વળક્ષોનું અનુદાન આપીને વળક્ષ વાવેતર અને જતન કરવાની પ્રેરણા સદભાવનાએ સૌને આપી છે. ભારત દેશને હરિયાળો બનાવવામાં સદભાવનાની નેમ છે માટે એના સૌ સહયોગી બનીએ.''

(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
