News of Wednesday, 20th November 2024
વર્લ્ડ ટોયલેટ ડે પર ૭૦૦ શોૈચાલયોમાં એક લાખ સેલ્ફી !?

ઇંદોર ફરી બનાવશે રેકોર્ડઃ દેશમાં થશે એક અલગ ઓળખ
ઇંદોરઃ શહેરમાં વર્લ્ડ ટોયલેટ ડે પર ૭૦૦ શૌચાલયોમાં એક લાખ સેલ્ફી લેવાનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં ઇંદોર એક નવો રેકોર્ડ બનાવવા જઇ રહયું છે. ઇંદોર ફરી એકવાર દેશમાં પોતાની એક લઅગ ઓળખ બનાવવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે શહેરને આજે સ્વચ્છતા બાબતે દેશમાં અગ્રણી ગણવામાં આવે છે. આ શહેર સ્વચ્છતાને પોતાની ઓળખ અને સંસ્કાર બનાવી ચૂકયું છે અને તેની અસર હવે દુનિયાભરમાં દેખાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ ઇંદોરની સ્વચ્છતા બાબતે કહયું હતુ કે આ શહેર સ્વચ્છતાના ઉચ્ચતમ શિખરે પહોંચી ચૂકયું છે. હવે ઇંદોર આ ઉપલબ્ધિને વધારે ઉંચાઇ આપતા ‘સ્વચ્છતાની અષ્ટ સિધ્ધી' માટે એક અનોખું અભિયાન શરૂ કર્યુ છે. શહેરના નાગરિકો શહેરના ૭૦૦ થી વધારે જાહેર શૌચાલયોમાં બનાવાયેલ સેલ્ફી પોઇન્ટસ પર પહોંચીને એક લાખથી વધારે સેલ્ફી લેવાનો રેકોર્ડ બનાવી રહયા છે. નગર નિગમ દ્વારા આયોજીત આ અભિયાનને ‘શૌચાલય સુપર સ્પોટ' નામ અપાયું છે.
જણાવી દઇએ કે કોર્પોરેશન દ્વારા શહેરને ‘વોટર પ્લસ' અને ‘સેવન સ્ટાર' જેવા મહત્વપૂર્ણ સર્ટીફિકેટો અપાવાયા છે. આ અભિયાન શહેર માટે મહત્વપૂર્ણ છે કેમ કે આ સર્ટીફિકેટોથી શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૪ માં વધારાના પોઇંટસ મળશે જેનાથી ઇંદોરને આઠમીવાર સ્વચ્છતામાં પહેલા નંબર પર આવવાનું સ્વપ્ન પુરૂ કરવામાં મદદ મળશે
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
