News of Wednesday, 20th November 2024
વિધાનસભાની ચૂંટણીમાં મોદી-ફડણવીસ કરતાં નીતિન ગડકરીએ વધુ સભા ગજવી
એકનાથ શિંદેએ સૌથી વધુ ૭૫, નીતિન ગડકરીએ ૭૨, દેવેન્દ્ર ફડણવીસે ૬૪ ને વડા પ્રધાન મોદીએ ૧૦ પ્રચારસભા કરી

મુંબઇ, તા.૨૦: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે પ્રચારનાં પડઘમ શાંત થઈ ગયાં હતાં અને આજે મતદાન છે ત્યારે આ વખતના ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ જાહેરસભા ભારતીય જનતા પાર્ટી (ગ્થ્ભ્)ના રાજ્યના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ કે વડા પ્રધાન મોદી નહીં, પણ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગજવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઓવરઑલ સૌથી વધુ ૭૫ સભા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. એ પછી નીતિન ગડકરીએ ૭૨, દેવેન્દ્ર ફડણવીસે ૬૪, અજિત પવારે ૬૪, અમિત શાહે ૧૬ અને યોગી આદિત્યનાથે ૧૧ પ્રચારસભા સંબોધી હતી.
વિરોધી પક્ષોના સંગઠન મહાવિકાસ આઘાડી વતી સૌથી વધુ ૬૫ સભા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ, ઉદ્ધવ ઠાકરેએ ૬૦, શરદ પવારે ૫૫, આદિત્ય ઠાકરેએ ૫૦ અને સુપ્રિયા સુળેએ ૪૬ સભા સંબોધી હતી; જ્યારે મહાયુતિ કે મહાવિકાસ આઘાડીમાંથી કોઈની પણ સાથે યુતિ કરવાને બદલે સ્વતંત્ર ચૂંટણી લડનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ૩૪ અને વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ૫૧ જાહેરસભા કરી હતી
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
