<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

સ્‍પેસ એકસના સ્‍ટારશીપનું દરિયામાં સોફટ લેન્‍ડીંગ

ટેસ્‍ટ ફ્‌લાઇટના દરિયામાં સોફ્‌ટ લેન્‍ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્‍હી, ૨૦ છઠ્ઠી સ્‍ટારશિપની ટેસ્‍ટ ફ્‌લાઇટનું દરિયામાં સોફ્‌ટ લેન્‍ડિંગ કરવામાં આવ્‍યું હતું. તે મેક્‍સિકોના અખાતમાં ઉતર્યા બાદ વિસ્‍ફોટ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્‍ટારશિપ સ્‍પેસક્રાફ્‌ટ અને સુપર હેવી રોકેટને કલેક્‍ટિવલી સ્‍ટારશિપ કહેવામાં આવે છે. આ પરીક્ષણમાં, બૂસ્‍ટરને લોન્‍ચ કર્યા પછી લોન્‍ચપેડ પર કેચ કરવાનો હતો, પરંતુ તમામ પેરામીટર યોગ્‍ય ન હોવાને કારણે, તેને પાણીમાં લેન્‍ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

આ રોકેટ સ્‍ટારશિપને ભારતીય સમય અનુસાર સવારે ૩.૩૦ વાગ્‍યે ટેક્‍સાસમાં લ્‍સ્‍પેસ એકસ સ્‍ટારબેઝ સુવિધાથી લોન્‍ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં તે સફળતાપૂર્વક ઉપડ્‍યું. પરંતુ લોન્‍ચપેડ પર પાછા ફરવામાં નિષ્‍ફળ જતાં તેને પાણીમાં ઉતરવાની ફરજ પડી હતી.

(3:28 PM IST)