<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

માત્ર ૧૭ મીનીટમાં પહોંચાશે એરપોર્ટ

વોટર ટેક્ષી શરૂ થતા ખતમ થશે મુંબમાં ટ્રાફીકની ઝંઝટ

મુંબઇઃ કેન્‍દ્ર સરકાર મુંબઇના લોકો માટે એવી વ્‍યવસ્‍થા કરવા જઇ રહી છે જેનાથી ભવિષ્‍યમાં મુંબઇના લોકોને એરપોર્ટના રસ્‍તામાં થતા ટ્રાફીકજામથી છૂટકારો મળી જશે મુંબઇમાં બહુ જલ્‍દી વોટર ટેક્ષી શરૂ થશે, જેના પછી મુંબઇએ નવી મુંબઇ એરપોર્ટ જવા માટે ટ્રાફીકજામમાં નહીં ફસાવુ પડે. કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કહયુ કે પ્રસ્‍તાવિત વોટર ટેક્ષી સર્વિસથી લોકો મુંબઇમાં કયાંથી પણ નવી મુંબઇ ઇન્‍ટરનેશન એરપોર્ટ પર માત્ર ૧૭ મીનીટમાં પહોંચી શકશે. તેનાથી એરપોર્ટ પહોંચવાનો સમયતો ઘટશે જ સાથે જ ટ્રાફીકની ઝંઝટ પણ ખતમ થઇ જશે. કેન્‍દ્રીય મંત્રી ગડકરીએ રવિવારે રાત્રે મહારાષ્‍ટ્રના થાણેમાં એક રેલીને સંબોધતા આ વાત કરી હતી.

જણાવી દઇએ કે મહારાષ્‍ટ્રમાં ર૦ નવેમ્‍બરે મતદાન થશે. નવી મુંબઇમાં બની રહેલ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટનું કામ પોતાના અંતિમ તબક્કામાં છે અને તેનું પરિચાલન માર્ચ ર૦રપ માં શરૂ થવાની આશા છે ગડકરીએ કહયું છે આ પહેલના સમર્થન માટે એરપોર્ટ પાસે જેટીનુ નિર્માણ પહેલા જ થઇ ચુકયું છે.

(4:46 PM IST)