News of Wednesday, 20th November 2024
અવકાશમાં શું ખાય છેઃ સુનિતા વિલીયમ્સ અને બુચ વિલ્મોરી
તૈયાર ભોજનને અવકાશમાં ફરી ગરમ કરે છેઃ દર ત્રણ મહિને ભોજન મોકલે છે નાસા

વોશીંગટનઃ અવકાશયાત્રીઓના ભોજન બાબતે લોકોમાં બહુ ઉત્સુકતા હોય છે. સુનિતા વિલીયમ્સનું વજન ઘટવા પર તેની ચર્ચા થવા લાગી છે. એક નિષ્ણાંતે જણાવ્યું કે સુનિતા વિલીયમ્સ અને તેની સાથે ગયેલ અવકાશયાત્રી બુચ વિલ્મોર પાઉડરનું દૂધ, પિઝા, ઝીંગા કોકટેલ, ચીકન અને ટુના માછલી વગેરે ભોજનમાં લે છે. નાસા દર ત્રણ મહિને ખાવાનું મોકલે છે. મોટા ભાગે પેકડ ફુડ અને ફ્રીઝ કરાયેલ ફળ અને શાકભાજીઆપવામાં આવે છે. સુનિતા અને વિલ્મોર પાંચ મહિનાથી અવકાશ સ્ટેશન પર છે.
અવકાશયાત્રીઓની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક માટે અલગ ભોજન તૈયર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે ફ્રીઝ ડ્રાય અને પેકેજડ હોય છે. માંસ, ઇંડા અને અન્ય ભોજન પૃથ્વી પર પકવવામાં આવે છે, જેને અવકાશમાં ફુડ વોર્યરમાં ફરીથી ગરમ કરવું પડે છે. મોટાભાગનું ભોજન એવું હોય છે જેને પકાવવામાં ઓછા પાણીની જરૂર પડે. સુનિતા અને વિલ્મોર બન્ને પોતાનું ભોજન જાતે જ તૈયાર કરે છે અને તેને ચુંબકીય ટ્રે પર ધાતુના વાસણોમાં રાખવામાં આવે છે જેથી ખરાબ ના થાય.
અવકાશ એજન્સીના ડોકટર સુનિતા અને વિલ્મોરના આરોગ્ય અને ભોજન પર બારિક નજર રાખી રહયા છે જેથીએ સુનિヘીત કરી શકાય કે તેઓ પર્યાપ્ત કેલોરીન લઇ રહયા છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કંઇ પણ સંજોગો પર નથી છોડવામાં આવતું અને તેમાં ભોજન પણ સામેલ છે. એટલે એ શંકાઓ નિર્મૂળ છે કે અવકાશયાત્રીઓના વજનમાં ઘટાડો ભોજનના કારણે છે. લાંબા મિશન માટે પર્યાપ્ત ભોજન ઉપલબ્ધ રહે છે. સુનિતા કહી ચૂકી છે કે વજન ઘટવું અવકાશીની પરિસ્થિતીઓ પર આધાર રાખે છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
