<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાની સામે જેનું મુંડન કરી ફજેતી કરી હતી તેના પત્નીને બનાવ્યા અમેરિકાના શિક્ષણમંત્રી: જુઓ વિડિઓ

76 વર્ષની લિંડા મેકમોહનની અમેરિકાના નવા શિક્ષણમંત્રી તરીકે જાહેરાત

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલા તેઓ પોતાની કેબિનેટની ટીમ તૈયાર કરી રહ્યા છે. તેઓ આ માટે પોતાના નજીકના સંબંધોને ધ્યાનમાં રાખી રહ્યા છે. મંગળવારે તેમણે 76 વર્ષની લિંડા મેકમોહનની અમેરિકાના નવા શિક્ષણમંત્રી તરીકે જાહેરાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના લિંડા અને તેમના પતિ વિંસ મેકમોહન સાથે સારા સંબંધો છે. પરંતુ ઘણા સમય પહેલા તેમના વિંસ સાથે સારા સંબંધો ન હતા. તે એક ડોનાલ્ડ ટ્રમ્પના વાયરલ થયેલા વીડિયો પરથી સમજી શકાય છે. જ્યારે રેસલિંગ રિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે વિંસનું મુંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લિંડા WWE ની સીઈઓ રહી ચુકી છે અને તેમના પતિ WWE ના પ્રમુખ છે.

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ટ્ર્મ્પ એક રેસલર બોબી લેશ્લેની મદદથી વિંસને એક ખુરશી પર બેસાડી દે છે. અને જબરદસ્તી તેમનું મુંડન કરે છે. આ એપિસોડ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ WWE માં છવાઈ ગયા હતા. અને તેમને WWE હૉલ ઑફ ફેમમાં સ્થાન મળ્યું હતું.

 

આ ઘટના જાન્યુઆરી 2007 માં ન્યુ જર્સીના ટ્રમ્પ પ્લાઝામાં બની હતી. જ્યાં રેસલમેનિયા 23 નો એપિસોડ બેટલ ઓફ ધ બિલિયનેયર્સ આયોજિત કરવામાં આવ્યો હતો. રેસલમેનિયા 23 માં ટ્ર્મ્પે ફાઈટ માટે બૉબી લેશ્લે અને વિંસે ઉગામાની પસંદગી કરી. બંનેમાં એવું નક્કી થયું હતું કે જે હારશે તેનું રિંગમાં મુંડન કરાવવામાં આવશે. આ શો દુનિયાભરે લાઈવ જોયો હતો. રેસલમેનિયા 23 માં બેટલ ઓફ ધ બિલિયનેયર્સ સુધી બંનેની દુશ્મની યથાવત રહી.

(8:27 PM IST)