News of Wednesday, 20th November 2024
દેશની પહેલી નાઈટ સફારી લખનૌમાં તૈયાર થઈ રહી છે
લખનૌમાં ૯૦૦ એકરના વિસ્તારમાં નાઈટ સફારીને માટે કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણ, નવી દિલ્હી તરફથી મંજૂરી

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, દેશને પહેલી નાઈટ સફારીની ભેટ (ડિસેમ્બર-૨૦૨૬ માં) આપશે. લખનૌમાં ૯૦૦ એકરના વિસ્તારમાં નાઈટ સફારીને માટે કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણ, નવી દિલ્હી તરફથી મંજૂરી મળી ગઈ છે. આ નાઈટ સફારી દેશ અને દુનિયાના પ્રકૃતિ પ્રેમીઓને માટે એક નવું નજરાણું દેશ માટે પ્રથમ અને વિશ્વની પાંચમી નાઈટ સફારી હશે. નાઈટ સફારી માટે વન્ય જીવોને લાવવાની સંપૂર્ણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. નાઈટ સફારીનું મુખ્ય આકર્ષણ એશિયાટિક લૉયન, ઘડિયાલ, બંગાળનો ટાઈગર, ઉડન ગિલહરી, ચિત્તો તેમજ અન્ય વન પ્રાણીઓ હશે. નાઈટ સફારીમાં ૭૭ ટકા વિસ્તારમાં ગ્રીનરમા વિકસિત કરાશે, તેમાં ૫.૫ કિલોમીટરના વિસ્તારમાં ટ્રામ-વે તેમજ ૧.૯૨ કિલોમીટરના વિસ્તારમાં પાથ-વે ના માધ્યમથી વિકસિત કરાશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
