News of Wednesday, 20th November 2024
મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થતાં જ શરાબની દુકાનો પર લોકો ઉમટી પડયા :ભીડ જામી
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી શરાબની દુકાનો બંધ હતી. 18 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી વેચાણ પર પ્રતિબંધ લાગ્યો હતો

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન થયું હતું. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈ અને અન્ય શહેરોમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મતદાન પૂર્ણ થતાં જ શરાબની દુકાનો પર લોકો ઉમટ્યાં હતા.
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી શરાબની દુકાનો બંધ હતી. 18 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી વેચાણ પર પ્રતિબંધ લાગ્યો હતો. જે આજે 20 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી હતો. 19 નવેમ્બરે આખો દિવસ શરાબની દુકાનો બંધ રહી હતી. આજે 6 વાગ્યા બાદ દુકાનો ખુલતાં જ લોકોની ભીડ ઉમટી હતી
મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. 23 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત તમામ જિલ્લામાં શરાબની દુકાનો બંધ રહેશે. સાંજે 6 વાગ્યા સુધી આ પ્રતિબંધ રહેશે. 23 નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ શરાબનું વેચાણ કરી શકાશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં 288 સીટ છે. મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
