<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પતિએ પોતાની જ પત્‍નિને મિત્ર સામે ધરી દીધી : પછી મજાથી બનાવ્‍યો વીડિયો

મહિલાએ તેના પતિ મિત્ર વિરૂધ્‍ધ બળાત્‍કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી : પતિએ પત્‍નિ પાસેથી બે લાખ રૂપિયા પણ માંગ્‍યા હતા : ૨ લાખ નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

આગ્રા, તા.૨૧: પતિ અને પત્‍નીનો સંબંધ ખુબ જ પવિત્ર હોય છે. એકબીજા પર વિશ્વાસ હોય તો જ આ સંબંધ સારી રીતે ટકી શકતો હોય છે, પરંતુ આજે અમે તમને એક એવો ધ્રુજાવી દેતો કિસ્‍સો જણાવવા જઈ રહયા છીએ, જે જાણીને તમે કોઈની પર વિશ્વાસ કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરશો. જ્‍યાં પતિએ પોતાની જ પત્‍નીને એના મિત્રને સોંપી દીધી અને વીડિયો બનાવવા લાગ્‍યો. તેમ છતાં પણ તેનું મન ન ભર્યું તો એવું કર્યું કે તમે હચમચી જશો.

પતિ-પત્‍નીના સંબંધોને કલંકિત કરવાનો મામલો સામે આવ્‍યો છે. આગ્રાના એતમાદોલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સીતા નગરમાં એક મહિલા મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે. મહિલાને ૧૨ વર્ષનો પુત્ર પણ છે. પીડિતાનો આરોપ છે કે તેનો પતિ મહિનામાં થોડા દિવસ જ ઘરે આવે છે અને મોટાભાગે બહાર જ રહે છે. મહિલાનો આરોપ છે કે સપ્‍ટેમ્‍બર મહિનામાં તેનો પતિ આગ્રાના અછનેરામાં રહેતા મિત્ર નિસાર સાથે ઘરે આવ્‍યો હતો. રાત્રે બધાએ સાથે જમ્‍યા. ત્‍યારબાદ મહિલા તેના પુત્ર સાથે સૂઈ ગઈ હતી. સવારે મહિલા જાગી ત્‍યારે તેના પતિએ જરૂરી કામ માટે રૂપિયા ૫૦૦૦ ની માંગણી કરી હતી. મહિલાએ તેના પતિને પાંચ હજાર રૂપિયા આપ્‍યા. ત્‍યારબાદ થોડા દિવસો બાદ પતિએ તેની પત્‍નીને ફોન કરીને બે લાખ રૂપિયાની માંગણી કરી અને કહ્‍યું કે જો તે તેને બે લાખ રૂપિયા નહીં આપે તો તેનો એક વીડિયો વાયરલ કરી દેશે.

જ્‍યારે મહિલાએ વીડિયો માંગ્‍યો તો તેના પતિએ તેનો વીડિયો આપ્‍યો. આ પછી મહિલાને ખબર પડી કે પતિએ નશાની હાલતમાં તેના મિત્ર નિસાર પાસે તેનો બળાત્‍કાર કરાવ્‍યો હતો. સમગ્ર ઘટના બાદ મહિલાએ તેના પતિને વીડિયો વાયરલ ન કરવા વિનંતી કરી હતી, પરંતુ પતિ બે લાખની માંગણી પર અડગ રહ્‍યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્‍યો હતો અને આરોપી પતિની સાથે તેના મિત્ર નિસારની પણ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્‍યો હતો.

ACP છટ્ટા, આગ્રા હેમંત કુમારે કહયું, એક મહિલાએ આગ્રાના એતમાદોલા પોલીસ સ્‍ટેશનમાં તેના પતિ વિરુદ્ધ તેના મિત્રએ બળાત્‍કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્‍યું કે, પતિએ તેના મિત્રને નશો આપીને તેના પર બળાત્‍કાર કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્‍યો. પતિએ પત્‍ની પાસેથી બે લાખ રૂપિયા પણ માંગ્‍યા હતા. ૨ લાખ નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પતિએ પત્‍નીના મોબાઈલ પર વીડિયો પણ મોકલ્‍યો હતો. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્‍યો છે અને મહિલાના પતિ અને તેના મિત્રની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે.

(9:50 AM IST)