હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા
સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૧૮: ‘‘ગમે તે વિષયને પ્રેમપૂર્વક જુઓ, બીજા વિષય ઉપર ના જાઓ, એ જ વિષયની મધ્યમાં- આનંદ''
શું તમે કયારેય કોઇ વસ્તુને પ્રેમપૂર્વક જોઇ છે? તમે હા કહી શકો છો કારણ કે તમે જાણતા નથી કે કોઇ વસ્તુને પ્રેમપૂર્વક જોવાનો અર્થ શું છે? તમે કોઇ વસ્તુને લાલસા ભરેલી આંખોથી જોયું હશે., કામનાપૂર્વક જોયું હશે, એ જુદી વાત છે. એ બિલકુલ ભીન્ન, ઉલ્ટી વાત છે. પહેલા આ ભેદને સમજો.
બીજા વિષય ઉપર ના જાઓ... એકની સાથે રહો, બીજા વિષય ઉપર ના જાઓ. ગુલાબના ફુલની સાથે કે પોતાની પ્રેમિકાના ચહેરાની સાથે રહો અને એની સાથે પ્રેમપૂર્વક રહો, પ્રવાહમાન રહો, સમગ્ર હૃદયથી એની સાથે રહો અને એ વિચાર સાથે રહો કે હું મારી પ્રેમિકાને વધુ સુખી અને આનંદિત કરવા માટે શું કરી શકું છું.
‘‘ ેએ જ વિષયની મધ્યમાં... આનંદ''
ત્યારે એવી સ્થિતિ બની જાય કે તમે ગેરહાજર હોવ, પોતાની ચિંતા ના કરતા, પોતાના સુખ સંતોષની ચિંતા ના લેતા, પોતાને પુરી રીતે ભુલી ગયા છો. જયારે તમે ફકત બીજાને માટે ચિંતા કરો છો તો બીજો તમારા પ્રેમનું કેન્દ્ર બની જાય છે. તમારી ચેતના બીજામાં પ્રવાહીત થઇ રહી છે. જયારે ગહન કરૂણા અને પ્રેમના ભાવથી તમે વિચારો છો કે હું મારી પ્રેમિકાને આનંદીત કરવા માટે શું કરી શકું ત્યારે આ સ્થિતિમાં અચાનક, આ જ વિષયના મધ્યમાં- આનંદ, અચાનક ઉપ- ઉત્પતિની જેમ તમને આનંદ પ્રાપ્ત થઇ જાય છે. ત્યારે અચાનક તમે કેન્દ્રિત થઇ ગયા.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
