News of Thursday, 21st November 2024
શેરબજારમાં ઘટાડો ચાલુ : સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનો ઘટાડો
સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા

નવી દિલ્હી, તા.૨૧: ગુરુવારે શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. બજાર ખુલતાની સાથે જ એશિયન બજારોમાં નબળા વલણ અને વિદેશી મૂડીની સતત ઉપાડને કારણે બજારે શરૂઆતી કારોબારમાં ઘટાડો નોંધ્યો હતો.હાલ સેન્સેક્સ ૫૦૦ તો નિફ્ટી ૧૮૯ પોઇન્ટ ઘટેલ છે
BSE સેન્સેક્સ ૧૩૨.૭૩ (૦.૧૭%) ના નજીવા વધારા સાથે ૭૭,૭૧૧.૧ પર ખુલ્યો. તે જ સમયે, નિફ્ટી ૩૦ (૦.૧૩%) ના ઘટાડા સાથે ખુલ્યો. જોકે, થોડા જ સમયમાં શેરબજારમાં વેચવાલીનો દબદબો રહ્યો અને સેન્સેક્સ-નિફ્ટી રેડમાં ગયા.
શરૂઆતના કારોબારમાં તે ૫૬૭.૦૨ પોઈન્ટ અથવા ૦.૭૩% ઘટીને ૭૭,૦૧૧ પોઈન્ટ પર આવી ગયો હતો. NSE નિફ્ટી ૧૯૪.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩,૩૨૩.૫૫ પર આવી ગયો હતો. આઇટી અને રિયલ્ટી શેરો સિવાય, તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં પીએસયુ બેન્ક, મેટલ અને એનર્જી ઇન્ડેક્સ ૧-૨ ટકા ઘટયા છે.
સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર પણ લાલ નિશાનમાં રહ્યા હતા.
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં રહ્યો હતો જ્યારે જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ બુધવારે સકારાત્મક વલણ સાથે બંધ રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના કારણે ગઈકાલે એટલે કે બુધવારે શેરબજાર બંધ રહ્યું હતું. મંગળવારે BSE સેન્સેક્સ ૨૩૯.૩૭ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા વધીને ૭૭,૫૭૮.૩૮ પર બંધ થયો હતો. નિફ્ટી પણ ૬૪.૭૦ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૨૩,૫૧૮.૫૦ પર બંધ રહ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચનાર હતા અને તેમણે રૂ. ૩,૪૧૧.૭૩ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
