News of Thursday, 21st November 2024
અદાણી ગ્રીને ૬૦ કરોડ ડોલરના બોન્ડ અટકાવ્યા
અદાણી ગ્રૂપ ફરી વિવાદમાં યુએસ સિકયોરિટી એક્સચેન્જના આરોપોના પગલે યોજના અટકાવી

મુંબઇ, તા.૨૧: અદાણી ગ્રૂપ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. આ વખતે યુએસ સિકયોરિટી કમિશને તેની સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હોવાથી અદાણી જૂથના શેરોમાં ૨૦ ટકા સુધી કડાકો આવ્યો છે. આ દરમિયાન અદાણી ગ્રીને ૬૦ કરોડ ડોલરના બોન્ડ અટકાવી દીધા છે. ગૌતમ અદાણી અને તેમના બોર્ડ મેમ્બર સામે ભ્રષ્ટાચારના વ્યક્તિગત આરોપો થયા છે અને તેમણે પોતાની કંપનીને કોન્ટ્રાક્ટ મળે તે માટે લાંચ આપી હોવાના આરોપ છે.
યુએસ સિકયોરિટી એક્સચેન્જ કમિશન અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ન્યૂયોર્કમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેના કારણે અદાણી જૂથના શેરોને એટલું નુકસાન થયું છે કે બે લાખ કરોડની માર્કેટ કેપિટલાઈઝેશન ધોવાઈ ગઈ છે.
અદાણી ગ્રીન ૬૦૦ મિલિયન ડોલરના બોન્ડ વેચવાની હતી પરંતુ યુએસ સિકયોરિટી એક્સચેન્જે તેની સામે આરોપો કર્યા તેના કારણે અદાણીએ તેની બોન્ડ વેચાણની યોજના રોકવી પડી છે. એસઈસીએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે સિવિલ એક્શન માટે કેસ ફાઈલ કર્યો છે. જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ક્રિમિનલ કેસ કર્યો છે. આ ઉપરાંત બોર્ડના મેમ્બર વિનિત જૈન સામે ક્રિમિનલ આરોપો પણ લાગ્યા છે.
આગામી દિવસમાં હવે કાનૂની જંગ થવાનો હોવાથી અદાણી ગ્રીનની પેટા કંપનીઓએ યુએસ ડોલર ડોમિનિટેડ બોન્ડ સેલ્સને કામચલાઉ ધોરણે અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રીન ૨૧ નવેમ્બરે એક સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે તેણે બોન્ડ વેચાણ અટકાવી દીધું છે. અદાણી સામે એવો પણ આરોપ છે કે આ કંપનીના એક્ઝિકયુટિવો એફબીઆઈ, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઈસીની તપાસમાં અવરોધ પેદા કરી રહ્યા છે
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
