<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

યુપીના સંભલમાં જામા મસ્‍જિદ કે હરિહર મંદિર ૨ કલાકનો સર્વે : વધુ સુનાવણી ૨૯ નવેમ્‍બર

શાહી જામા મસ્‍જિદ કમિટીના સદર ઝફર અલીએ હિન્‍દુ મંદિર હોવાની વાતને અફવા ગણાવી

નવી દિલ્‍હી, તા.૨૧: ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્‍જિદની બહાર હવે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્‍યું છે, જ્‍યાં સર્વે કરવામાં આવ્‍યો હતો. શાહી જામા મસ્‍જિદ કમિટીના સદર ઝફર અલીએ જણાવ્‍યું કે કરવામાં આવેલા સર્વેમાં મસ્‍જિદની અંદર કોઈ હિંદુ મંદિરનું પ્રતીક જોવા મળ્‍યું નથી. મસ્‍જિદના સદરે કહયું કે મંદિર તોડીને મસ્‍જિદ બનાવવામાં આવી છે, આ માત્ર અફવા છે. સદરે ૧૫૨૯માં મસ્‍જિદના નિર્માણનો દાવો કર્યો હતો અને કહ્‍યું હતું કે સર્વેક્ષણમાં મંદિરના કોઈ પુરાવા મળ્‍યા નથી. મસ્‍જિદના સદરે આરોપ લગાવ્‍યો હતો કે મતદાન દરમિયાન ચૂંટણીનું ધ્રુવીકરણ કરવાના હેતુથી ઉતાવળમાં સર્વે કરવામાં આવ્‍યો હતો. આ મામલામાં આગામી સુનાવણી ૨૯ નવેમ્‍બરે થશે, જેમાં મુસ્‍લિમ પક્ષ પોતાનો જવાબ દાખલ કરશે.

અહીં સર્વે બાદ મસ્‍જિદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા પોલીસ સ્‍ટેશનોમાંથી પોલીસની સાથે પીએસી અને આરઆરએફ તૈનાત કરવામાં આવ્‍યા છે. સાવચેતીના પગલા રૂપે મસ્‍જિદના બે રસ્‍તા બંધ કરી દેવામાં આવ્‍યા છે. પોલીસ પ્રશાસનના અધિકારીઓ પણ સમગ્ર મામલામાં નજર રાખી રહયા છે.

હિન્‍દુ પક્ષનો દાવો છે કે જ્‍યાં મસ્‍જિદ બનાવવામાં આવી છે, ત્‍યાં એક સમયે હરિહર મંદિર હતું. મુસ્‍લિમ પક્ષે આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્‍યા છે. મુસ્‍લિમ પક્ષનું કહેવું છે કે કોર્ટમાં દાખલ કરાયેલો કેસ નવો રાજકીય વિવાદ ઊભો કરવાનો અને હેડલાઈન્‍સ મેળવવાનો પ્રયાસ છે.

 જામા મસ્‍જિદ સંભલ વિવાદ પર જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીનું કહેવું છે કે ઈતિહાસના મળતદેહોને જડમૂળથી ઉખેડીને દેશને ભારે નુકસાન થઈ રહ્‍યું છે. ઓવૈસીએ સંભલ જામા મસ્‍જિદ મુદ્દે પણ ટ્‍વીટ કરીને પોતાનો વિરોધ વ્‍યક્‍ત કર્યો છે. અચાનક સર્વેના આદેશ પર સાંસદના પિતાએ સવાલો ઉઠાવ્‍યા છે. તેમણે કહયું કે ત્‍યાં કોઈ મંદિર નથી અને જામા મસ્‍જિદ જામા મસ્‍જિદ છે તેનો કોઈ પત્તો મળશે નહીં. ઇન્‍શાઅલ્લાહ જામા મસ્‍જિદ રહેશે.

સંભલમાં જામા મસ્‍જિદ કે મંદિર? હિંદુ પક્ષનો દાવો શું છે જામા મસ્‍જિદ પહેલા હરિહર મંદિર હતી? બાબરે ૧૫૨૯માં મસ્‍જિદ બનાવી હતી. બાબરે મંદિર તોડીને મસ્‍જિદ બનાવી. મસ્‍જિદ બનાવતી વખતે અહીં હાજર હરિહર મંદિરને તોડી પાડવામાં આવ્‍યું હતું. ભગવાન કલ્‍કિ આ સ્‍થાન પર અવતરશે. મસ્‍જિદમાં મંદિરની હાજરીના ઘણા નિશાન.

(4:28 PM IST)