News of Thursday, 21st November 2024
પીએમ આવાસ યોજનાના આવાસની માલિકી માત્ર મહિલાઓનેઃ કેન્દ્રનો મોટો નિર્ણય
નોંધણી માટે બે વિકલ્પો પણ અપાશેઃ જેમાં સંયુકત તથા મહિલાના નામનો ઉલ્લેખ કરવાનો રહેશે

નવી દિલ્હી, તા., ૨૧: પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં આવાસ માટે માત્ર મહિલાઓને જ માલીકીનો અધિકાર અપાશે. આવાસ યોજનાની આ જોગવાઇનું કડક પણે પાલન કરાશે.
જો કે મકાનોની નોંધણી માટે બે વિકલ્પ હશે. જેમાં સંયુકત અથવા માત્ર ઘરની મહિલાના નામે નોંધણી થઇ શકશે. પુરૂષોના નામે નોંધણી નહી કરાવી શકાય.યોજના હેઠળ બીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ પીએમ આવાસ બનાવાશે. જે માટે સરકાર પાસે ૧.ર૦ કરોડ લાભાર્થીઓની યાદી છે. સર્વેના આધારે ૮૦ લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરાશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
