હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયાએ યુક્રેન પર ખતરનાક ICBM મિસાઈલ હુમલો કર્યો :યુદ્ધમાં પહેલીવાર આ હથિયારનો ઉપયોગ થયો
રશિયાએ આ મિસાઈલ ઉપરાંત કિઝલ હાયપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઈલથી પણ હુમલો કર્યો

શિયાએ યુક્રેન પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) છોડી છે. યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં પહેલીવાર રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. શક્યતા છે કે આ માટે રશિયાએ RS-26 Rubezh મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જેને અસ્ત્રાખાન વિસ્તારથી છોડવામાં આવી હતી.
રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેનના શહેર નીપ્રોને નિશાન બનાવ્યું હતું. યુક્રેનિયન વાયુસેનાએ ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ રશિયાના અસ્ત્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવી હતી.
હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ પછી યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. માનવામાં આવે છે કે રશિયાએ યુક્રેનના હુમલાનો જવાબ આપ્યો છે.
રશિયાએ આ મિસાઈલ ઉપરાંત કિઝલ હાયપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઈલથી પણ હુમલો કર્યો છે. યુક્રેનની વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે તેમના મહત્વપૂર્ણ સંસ્થાઓ, ઈમારતોનો નુકસાન થયું છે. આ હુમલામાં બિન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરાયો છે.
ક્રૂઝ મિસાઈલને છોડવા માટે રશિયાએ પોતાના લાંબા અંતરના બોમ્બવર્ષક Tu-95MSનો ઉપયોગ કરાયો છે. આ બોમ્બવર્ષક વોલ્ગોગ્રાડ વિસ્તારથી ઉડ્યા હતા જ્યારે કિંઝલ હાયપરસોનિક મિસાઈલને તામ્બોવ વિસ્તારથી ઉડેલા MiG-31K ફાઈટર જેટથી છોડવામાં આવ્યા હતા.
આ વચ્ચે રશિયા તરફથી દાવો કરાયો કે તેને હવાઈ ડિફેન્સ સિસ્ટમે બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલને તોડી પાડી. આ મિસાઈલને યુક્રેને રશિયા તરફ છોડી હતી. પહેલી વખત યુક્રેને આ મિસાઈલનો ઉપયોગ રશિયા વિરુદ્ધ કર્યો હતો.
20 નવેમ્બર, 2024નાં રોજ યુક્રેનની ઈન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના પોતાના ઈન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ RS-26 Rubezhને છોડવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ મિસાઈલ કપુસ્તિન યાર એર બેસથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રાખાન પણ કહેવાય છે. શક્યતા છે કે આ મિસાઈલમાં પરમાણુ હથિયાર ન હોય પરંતુ ઓછી તીવ્રતાવાળા પરમાણુ હથિયાર કે ખતરનાક પારંપરિક વેપન લગાવી શકે છે.
આ મિસાઈલનું વજન 36 હજાર કિલોગ્રામ છે. જેમાં એક સાથે 150/300 કિલોટનના 4 હથિયાર લગાવી શકાય છે. એટલે કે આ મિસાઈલ MIRV ટેક્નિકથી સજ્જ છે. એટલે કે એક સાથે ચાર ટાર્ગેટ્સ પર હુમલાઓ કરી શકે છે. આ મિસાઈલ Avanard હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલને લઈ જવામાં પણ સક્ષમ છે. એટલે કે હુમલો વધુ જોરદાર થઈ શકે છે.
આ મિસાઈલની રેન્જ લગભગ 6000 કિલોમીટર છે. આ મિસાઈલ 24,500 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ટાર્ગેટ તરફ વધે છે. એટલે તેને રોકવી દુનિયાની કોઈ પણ એર ડિફેન્સ માટે શક્ય નથી. તેને રોડ મોબાઈલ લોન્ચરથી છોડી શકાય છે.
આ મિસાઈલને ટ્રેક કરવાનું મુશ્કેલ છે. ઘણી જ વધુ સટીક, મારક અને ઘાતક હોય છે. આ એર લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલની શ્રેણીમાં આવે છે. સામાન્ય રીતે તેને જમીન અને પાણીમાં ચાલી રહેલા કે છુપાયેલા ટાર્ગેટ પર છોડવામાં આવે છે. આ અવાજની ગતિથી 10 ગણી વધુ સ્પીડે ચાલે છે. એટલે કે 6100થી 12,348 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ, તેની મહત્તમ રેન્જ બે હજાર કિલોમીટર છે.
કિંઝલ હાઈપરસોનિક મિસાઈલમાં 480 કિલોગ્રામ વજનના પરમાણુ કે પારંપરિક હથિયાર લગાવી શકાય છે. તેને ડેગર પણ કહેવાય છે. જેનો અર્થ છે ખંજર. આ પહેલા રશિયા ગત વર્ષે આ મિસાઈલનો ઉપયોગ દક્ષિણ-પશ્ચિમ યુક્રેનના એક અંડરગ્રાઉન્ડ વેયરહાઉસને ઉડાવવામાં કરાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
