<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

કેન્યાએ અદાણી ગ્રુપ સાથેનો કરાર રદ કર્યો:અમેરિકામાં આક્ષેપો બાદ નિર્ણય

કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે $700 મિલિયનનો પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશન સોદો રદ કર્યો છે. આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અંગે હતી.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રાષ્ટ્રને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના તમામ પ્રસ્તાવિત કરારો રદ કરવાની જાહેરાત કરી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ હતા. કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે $700 મિલિયનનો પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશન સોદો રદ કર્યો છે. આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અંગે હતી. વધુમાં, અદાણી ગ્રૂપ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણ માટે $1.8 બિલિયનની દરખાસ્ત પણ રદ કરવામાં આવી છે.

કેન્યાના પ્રમુખ રૂટોએ કહ્યું કે તેમની સરકારે ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના બે મોટા પ્રસ્તાવિત કરારો રદ કર્યા છે. અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાંચ લેવાના આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રમુખ રૂટોએ કહ્યું કે તેમણે કેન્યાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને સોંપવાની પ્રક્રિયાને રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.


આ ઉપરાંત, ઊર્જા મંત્રાલય દ્વારા ગયા મહિને અદાણી જૂથ સાથે કરવામાં આવેલ 30 વર્ષની જાહેર-ખાનગી ભાગીદારી ડીલ પણ રદ કરવામાં આવી છે. આ ડીલ કેન્યામાં પાવર ટ્રાન્સમિશન લાઇન બનાવવાની હતી.

અદાણી ગ્રૂપ પર તાજેતરમાં અમેરિકામાં ગંભીર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપો બાદ કેન્યા સરકારે આ પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેમની સરકાર પારદર્શિતા અને પ્રામાણિકતાના સિદ્ધાંતો પર કામ કરે છે અને દેશની છબી અને હિતોની વિરુદ્ધ હોય તેવા કરારોને મંજૂરી આપશે નહીં.

(8:10 PM IST)