<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

હવે વકફ બિલનો રિપોર્ટ રજૂ કરવાના સમય પર ધમાસાણ : : વિપક્ષ સભ્યોએ જેપીસી અધ્યક્ષના નિર્ણયનો કર્યો વિરોધ

લાંબી ચર્ચા બાદ આખરે વકફ એમેન્ડમેન્ટ બિલ સંબંધિત જેપીસી રિપોર્ટ તૈયાર:જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું- સમિતિ શિયાળુ સત્રમાં રિપોર્ટ સબમિટ કરશે. વિપક્ષી સભ્યોએ સમિતિની મુદત વધુ લંબાવવાની માંગ કરી

નવી દિલ્હી. હવે વકફ સુધારા વિધેયકને લઈને સંયુક્ત સંસદીય સમિતિની સમયમર્યાદાને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઝઘડો શરૂ થયો છે. વકફ સુધારા વિધેયક, 2024ની સમીક્ષા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે ફરી કહ્યું કે આ સંબંધમાં સમિતિનો અહેવાલ તૈયાર છે અને તે સંસદના શિયાળુ સત્રમાં સમયસર રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષી સભ્યોની માંગ છે કે વકફ પરની સંયુક્ત સમિતિનો કાર્યકાળ વધુ લંબાવવો જોઈએ. 

    તેમનું કહેવું છે કે બિલના ડ્રાફ્ટમાં કરવામાં આવેલા ફેરફારોનો અભ્યાસ કરવા માટે તેમને વધુ સમયની જરૂર છે. સંસદીય સંયુક્ત સમિતિ (JPC) ની બેઠકમાં, સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે જાહેરાત કરી છે કે ગુરુવારની બેઠક સમિતિની છેલ્લી બેઠક હશે અને ટૂંક સમયમાં સમિતિના સભ્યો વચ્ચે ડ્રાફ્ટ રિપોર્ટ મોકલવામાં આવશે. 

     આ સાંભળીને સમિતિના વિપક્ષી દળોના સભ્યોએ હંગામો મચાવ્યો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. કેટલાક વિપક્ષી સભ્યોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને બોલાવીને આ મામલે દરમિયાનગીરી કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે વકફ બોર્ડના સુધારા કાયદાનો સમીક્ષા રિપોર્ટ શિયાળુ સંસદ સત્રની શરૂઆતના પહેલા સપ્તાહના અંતિમ દિવસે સોમવારે રજૂ કરવામાં આવનાર છે.

(8:42 PM IST)