<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

કેરલમાં ૨૪ કલાક ચાલનારી દેશની પહેલી ઑનલાઈન કોર્ટ શરૂ

કોર્ટ ભવનમાં જનરલ કોર્ટવાળી કોઈ ગતિવિધિ નહીં થાય. કેસ દાખલ કરવાવાળા અને વકીલોની વ્યક્તિગત રૂપે હાજર થવાની જરૂર નહીં રહે.

તિરુવનંતપુરમ: કેરલના કોલ્લમમાં અઠવાડિયાના ૭ દિવસોમાં ૨૪ કલાક ચાલનારી દેશની પહેલી ઑનલાઈન કોર્ટમાં બુધવારથી સુનવણી શરૂ થઈ ગઈ છે. “૨૪x૭ ઑનકોટસૅ” નામથી આ કોર્ટમાં એક મેજિસ્ટ્રેટ અને ત્રણ કર્મચારી હશે. તેમાં કેસ ગમે ત્યાંથી ઓનલાઈન દાખલ કરી શકાશે. તેને માટે કોર્ટની વેબસાઈટ પર નિર્ધારિત પ્રપત્ર ભરવાનું રહેશે. આ પહેલ દેશમાં ન્યાયિક પ્રાણાલીને ડિજિટલ અને આધુનિક બનાવવાના આંદોલનનો ભાગ છે. તેનો હેતુ વાદિયો અને વકીલોને માટે ન્યાયિક પ્રક્રિયા વધુ સુલભ, કુશળ અને પારદર્શી બનાવવાનો છે. હાલ કોલ્લમ જિલ્લાની ચાર અદાલતોમાં ઓનલાઇન કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. 

    કેરલના અને જિલ્લાઓમાં આવી અદાલતો  શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ઑનલાઇન કોર્ટનુ ઉદ્ઘાટન આ વર્ષે ૧૭ ઓગસ્ટે કેરલ હાઇકોર્ટ ઑડિટોરિયમમાં કરવામાં આવ્યું હતુ. ત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ એ કેરીની પહેલની પ્રસંશા કરતા કહ્યુ હતું કે, તેનાથી લાખો ભારતીયોને મદદ મળશે. તમામને માટે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાયનું  લક્ષ્ય હાસિલ કરી શકાશે. કોર્ટ ભવનમાં જનરલ કોર્ટવાળી કોઈ ગતિવિધિ નહીં થાય. કેસ દાખલ કરવાવાળા અને વકીલોની વ્યક્તિગત રૂપે હાજર થવાની જરૂર નહીં રહે. 

  કેસની ચર્ચા, સુનોવણી અને નિર્ણય સહિત પૂરી પ્રક્રિયા ઓનલાઇન રહેશે. પોલીસ સ્ટેશનોને પ્રપત્ર પણ ઑનલાઈન મોકલવામાં આવશે. આરોપી અને કેસ કરવા વાળાએ યાચિકા ઑનલાઇન જ દાખલ કરવાની રહેશે. કોર્ટમાં દસ્તાવેજો ને ઑનલાઈન અપલોડ કરી જામીન લઈ શકાશે. કોર્ટ ફીની રકમ ઈ-પેમેન્ટ  દ્વારા કરવામાં આવશે. સેટલમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં ચેકના કેસોની પણ સુનવણી થશે. વકીલોને  ફાઈલોમાં ઓનલાઇન સંશોધનની સુવિધા મળશે. એટલે કે ભૂલ થવા નવેસરથી ફાઈલ જમા કરાવવી નહી પડે.

(8:51 PM IST)