<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં રૂપિયા 1,400નો જોરદાર ઉછાળો: ચાંદીમાં સ્થિરતા

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પરમાણુ સંબંધિત જોખમોની નવેસરથી ચિંતા સર્જાઈ

મુંબઈ :જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા નવેસરથી ખરીદી નિકળવાને લીધે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,400 ઉછળી રૂપિયા 79,300 રહ્યા હતા. જ્યારે સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,400 વધી રૂપિયા 78,900 રહ્યા છે. એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો રૂપિયા 568 વધી રૂપિયા 76,602 કર્યો છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પરમાણુ સંબંધિત જોખમોની નવેસરથી ચિંતા સર્જાઈ છે. જેને પગલે સોના અને ચાંદીના ભાવમાં ફરી વખત તેજી જોવા મળી રહી છે.
આ ઉપરાંત એમસીએક્સ ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂપિયા 318 એટલે કે 0.35 ટકા વધી રૂપિયા 90,407 રહ્યા હતા.

વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. સોનાના ઔંસદીઠ ભાવ 19.80 ડોલર એટલે કે 0.74 ટકા વધી 2,695.40 ડોલર જ્યારે ચાંદીનો વાયદો 0.29 ટકા વધી 31.53 ડોલર રહ્યો હતો.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે, જ્યારે ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યું હતું. સોનાના ભાવ રૂપિયા 78,200થી રૂપિયા 300 વધી રૂપિયા 78,500 જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 78,000થી રૂપિયા 300 વધી રૂપિયા 78,300 રહ્યા છે. જ્યારે ચાંદી રૂપિયા 91,500 રહી હતી

(11:28 PM IST)