<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd November 2024

બિગ બોસમાં અમદાવાદની બોલ્ડનેસ મોડલ કવિન અદિતિ મિસ્ત્રીની વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી

બિગ બોસ 18માં એક સાથે 3 હોટ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી: 3 વાઈલ્ડ કાર્ડ માંથી એક ગુજરાતી સ્પર્ધક :જાણો કોણ છે આ ગુજરાતી મોડલ જેમણે બિગ બોસ 18માં એન્ટ્રી કરી

મુંબઈ :બિગ બોસ 18માં ફિટનેસ ઈન્ફ્યુલન્સ અદિતિ મિસ્ત્રીએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે. તો જાણીએ કે તે કોણ છે આ અમદાવાદી ગર્લ અદિતિ મિસ્ત્રી કેમ ચર્ચામાં છે અને શું કરે છે.

  અદિતિ મિસ્ત્રી એક મોડલ અને ડિજિટલ ક્રિએટર અને ફિટનેસ ઈન્ફ્યુલન્સ છે. અદિતિના સોશિયલ મીડિયા પર ફિટનેસને લઈ અનેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે.

   , અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલું કન્ટેન ચાહકો સાથે શેર કરતી રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ અદિતિની કુલ સંપત્તિ અંદાજે 5 કરોડ રુપિયા છે.

  તે મુખ્યત્વે મોડેલિંગ, ફિટનેસ ટ્રેનિંગ અને એપ્લિકેશનોમાંથી કમાણી કરે છે. તેના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા ગૃહિણી છે. તેનો જન્મ અને ઉછેર અમદાવાદમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે.

  અદિતિની ગૂગલ પ્લે સ્ટોર પર અદિતિ મિસ્ત્રી નામની પોતાની એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. અદિતિ તેની ફિટનેસ પ્રત્યે સજાગ છે. જીમમાં જતી વખતેના ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે.

(12:04 AM IST)