<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd November 2024

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના હેવાલ પે આખરે અમિતાભ બચ્ચને મૌન તોડ્યું

હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદની આ અટકળો પર મહાનાયક અમિતાભ બચ્ચને ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ખુલીને વાત કરી

મુંબઈ :અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના પરસ્પર મતભેદોને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. 17 વર્ષ પહેલા લગ્ન કરનાર આ કપલ હાલમાં છૂટાછેડાની અફવાને લઈને ચર્ચામાં છે અને દરરોજ અભિષેક-ઐશ્વર્યાને લઈને અલગ-અલગ પ્રકારના સમાચારો સામે આવે છે.

હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદની આ અટકળો પર સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તરફથી પ્રતિક્રિયા આવી છે, જેમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ખુલીને વાત કરી છે. જાણો કે દીકરા અને પુત્રવધૂના છૂટાછેડાના સમાચાર પર બિગ બીએ ઈશારા ઈશારામાં શું કહ્યું.

દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે જ્યારે પણ અમિતાભ બચ્ચનને પોતાના દિલની વાત વ્યક્ત કરવી હોય છે ત્યારે તેઓ બ્લોગ પોસ્ટનો સહારો લે છે. તાજેતરમાં, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ અંગે, અમિતાભે તેમના નવીનતમ બ્લોગ પોસ્ટમાં કોઈનું નામ લીધા વિના લખ્યું છે -

અલગ રહેવા માટે અને જીવનમાં કોઈની હાજરી પર વિશ્વાસ કરવા માટે ઘણી હિંમત અને ખાતરીની જરૂર પડે છે. મને મારા પરિવાર વિશે બહુ ઓછી વાત કરવી ગમે છે, કારણ કે આ માત્ર મારું ક્ષેત્ર છે અને તેની ગોપનીયતા જાળવવી મારી ફરજ છે. અટકળો એ માત્ર અટકળો છે અને કોઈપણ ચકાસણી કર્યા વિના તેને સત્ય તરીકે સ્વીકારવું અત્યંત ખોટું છે અને સફેદ અસત્ય સમાન છે. જેઓ તેમની ચકાસણી માટે કહે છે તેમની રજૂઆતને હું પડકારીશ નહીં.

અમિતાભ બચ્ચનની આ બ્લોગ પોસ્ટ પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે. જોકે, બિગ બીએ પોસ્ટમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો નથી. અમિતાભના આ નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે હાલમાં ઐશ અને અભિષેકના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ 13મી નવેમ્બરે ઉજવવામાં આવ્યો હતો. બુધવારે ઐશ્વર્યા રાયે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જોકે આ તસવીરમાં બચ્ચન પરિવાર કયાંય દેખાતો ન હતો. તસવીરોમાં એશ્વર્યા રાય તેની માતા અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળી હતી. જે બાદ ચાહકોએ બચ્ચન પરિવારના સભ્યો કેમ દેખાતા નથી તેવા સવાલો કર્યા હતા


 

(12:31 AM IST)