<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd November 2024

આઈટીઆઈને ઉત્તમ બનાવવાને માટે મંત્રાલય પ્રસ્તાવ બનાવી રહ્યું છે

કૌશલ મંત્રાલયે દ્વારા ૧૦૦૦ ઔધોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) ને ઉત્તમ બનાવવાની યોજના પર ભાગીદારો સાથે ચર્ચા- વિચારણા

નવીદિલ્હી: કૌશલ મંત્રાલયે ૧૦૦૦ ઔધોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ) ને ઉત્તમ બનાવવાની યોજના પર ભાગીદારો સાથે ચર્ચા- વિચારણા તેમજ સલાહ-સૂચન કરી ચૂક્યું છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલય આઈટીઆઈના ઉત્તમ મુસદ્દાની દિશાનિર્દેશ નક્કી કરી રહ્યું છે. પછી આ પ્રસ્તાવને મંત્રીમંડળની મંજૂરીને માટે મોકલવામાં આવશે. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બજેટમાં ૧૦૦૦ આઈટીઆઈને ઉત્તમ બનાવવાની યોજના રજૂ કરી હતી. આ યોજનાથી ૨૫ લાખ વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. આ યોજનામાં હાલના અભ્યાસક્રમને નવેસરથી તૈયાર કરવાનો અને સમીક્ષા કરવાનો છે. આ યોજનામાં ઉદ્યોગની જરૂરતને અનુરૂપ પાઠ્યક્રમ તૈયાર કરવાનો છે. કૌશલ મંત્રાલયના એક અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, અમે રાજ્યો, વિભાગો અને ઉદ્યોગો સાથે ચર્ચા-વિચારણા, સલાહ-સૂચનની આપલે કરી ચૂક્યા છીએ. આ પ્રક્રિયા જુદા-જુદા તબક્કામાંથી પસાર થઈ ચૂકી છે. જોકે મંત્રાલય સરકારે નક્કી કરેલ રીત અનુસાર પ્રક્રિયાને પૂરી કરી રહી છે. જેથી અમે સ્વિકૃતિ પ્રક્રિયાની નજીક પહોંચી રહ્યા છીએ. અમે પોતાના નવા-નવા વિચારોને યથાર્થ રીતે ધરાતલ પર લાવી રહ્યા છીએ. જોકે પ્રશિક્ષુ યોજના શરૂઆતી તબક્કામાં છે. અમે આઈટીઆઈની ફરીથી કલ્પના કરી રહ્યા છીએ.  તેનાથી અમારી યોજનાને વધુ સમય લાગી રહ્યો છે. આ યોજનાની જેમ-બને તેમ જલ્દી જાહેરાત  કરવામાં આવશે.

 કેન્દ્ર પ્રાયોજિત આ યોજના રાજ્યો અને ઉદ્યોગોને સમન્વયથી શરૂ કરવામાં આવશે આ યોજનામાં કુલ ખર્ચ રૂ.૬૦ હજાર કરોડ આવશે. તેમાં કેન્દ્ર રૂ. ૩૦ હજાર કરોડ, રાજ્ય રૂ. ૨૦ હજાર કરોડ અને ઉદ્યોગ કોર્પોરેટ સામાજિક દાયિત્વ નિભાવતા રૂ.૧૦,૦૦૦ કરોડનું યોગદાન આપશે. અધિકારીએ જણાવ્યું કે, અમે પોતાની કાર્ય કરવાની રીતને ઉત્તમ રીતે કરી રહ્યા છીએ. ઉદ્યોગ, રાજ્ય અને કેન્દ્ર સંયુક્તરૂપે “રાજ્ય સંચાલિત ઉદ્યોગ પ્રબંધિત આધુનિક આકાંક્ષી કૌશલ કેન્દ્ર” રજૂ કરશે અને તે અમારુ કેન્દ્ર બિંદુ છે. તેને અનુરૂપ જ દિશાનિર્દેશ તૈયાર કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, કેટલાક રાજ્યોમાં ઔદ્યોગિકૃત છે, કેટલાક નથી અને કેટલાક રાજ્ય અન્ય પ્રદેશોને શ્રમિક મોકલે છે. રાજ્યોની અલગ અલગ સ્થિતિયો છે, એટલા માટે આ પ્રક્રિયા જટિલ છે. અમે આ સિસ્ટમને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જે રાજ્યોની સાથે સાથે ઉદ્યોગની જરૂરત ને પૂરી કરે છે. અમે તેને જેટલું વધુ સંભવ થઈ શકે એટલું સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

(11:02 PM IST)