<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

આ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે

પોતાના ડ્રાઇવરનાં લગ્નમાં ધારાસભ્‍ય બન્‍યા ડ્રાઇવર

સંત કબીર નગર, તા.૨૩: ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્‍યએ કમાલ કરી નાખી. ધનઘટા બેઠકના ધારાસભ્‍ય ગણેશ ચૌહાણના ડ્રાઇવર વિપિન મૌર્યનાં લગ્ન હતાં એટલે વરરાજાની ગાડી ગણેશ ચૌહાણે ચલાવી હતી. ચૌહાણ ડ્રાઇવર-સીટ પર બેઠા છે અને તેમનો ડ્રાઇવર વિપિન તેમની બાજુમાં બેઠો છે. આ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે અને લોકોએ એ ધારાસભ્‍યનાં ખૂબ વખાણ કર્યાં છે.

(9:42 AM IST)