<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ગયાનામાં પીએમ મોદીએ વોટર લીલીના પાનમાં માણ્‍યો પારંપરિક ભોજનનો સ્‍વાદ

નવી દિલ્‍હીઃ વડાપ્રધાન મોદી ત્રણ દેશોના ૫ દિવસના પ્રવાસેથી પરત આવી ગયા છે. આ ૫ દિવસની યાત્રાની શરૂઆત નાઇઝીરિયાથી કરી હતી અને ગયાનામાં પૂરી કરી હતી. ગયાનાથી પરત આવ્‍યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પીએમ મોદી વૉટર લીલીના પાનમાં પારંપરિક વ્‍યંજનનો સ્‍વાદ માણતા જોવા મળે છે. આ દરમિયાન તેમની સાથે ગયાનાના કેટલાંક ટોચના નેતા પણ સાથે જોવા મળે છે. પીએમ મોદીએ તસવીરો શેર કરીને લખ્‍યું, ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેમના આવાસ પર શાનદાર ભોજન પીરસ્‍યું હતું. વૉટર લીલીના પાન પર પીરસવામાં આવેલા આ ભોજનનું ગયાનામાં ખૂબ સાંસ્‍કળતિક મહત્ત્વ છે. જે આપણા બંને દેશો વચ્‍ચે ઊંડા અને સ્‍થાયી સંબંધને દર્શાવે છે.

(9:43 AM IST)