તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
દેશનું સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું હૈદરાબાદ
બેંગલુરુને રેક્રિંગમાં બીજું સ્થાન, મુંબઈ મેટ્રોપોલિટન રિજનને ત્રીજું સ્થાન, દિલ્હી - નેશનલ કેપિટલ રિજનને ચોથું સ્થાન, અમદાવાદને પાંચમું સ્થાન અને ચેન્નાઈને છઠ્ઠું સ્થાન મળ્યું

હૈદરાબાદ, તા.૨૩: દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરો માટે વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની નાઇટ ફ્રેંક દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે આ લિસ્ટમાં હૈદરાબાદ તેના ઇન્ફ્રા ડેવલોપમેન્ટ, અલ્ટ્રા હાઈ નેટવર્થ પરિવારોની વધતી સંખ્યા સાથે પહેલા નંબરે રહયું છે.
હૈદરાબાદ દેશમાં સૌથી ઝડપી ગ્રોથ કરનારું શહેર સાબિત થયું છે. Knight Frankની ઇન્ડિયા પ્રાઈમ સીટી ઇન્ડેક્સ રિપોર્ટમાં હૈદરાબાદને દેશના ટોપ ૬ શહેરોમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, હૈદરાબાદ વિકાસના અલગ અલગ પરિમાણોના આધારે થયેલી રેક્રિંગમાં બીજા શહેરોને પાછળ છોડવામાં સફળ રહયું છે. રિપોર્ટમાં જે પરિમાણોના આધારે રેક્રિંગ આપવામાં આવ્યું છે, તેમાં સોશિયોઇકોનોમિક કન્ડિશન, રિયલ એસ્ટેટ, ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, હૈદરાબાદને રિયલ એસ્ટેટની ગ્રોથનો ઘણો લાભ મળ્યો છે. તેની સાથે જ ઇન્ફ્રા ડેવલપમેન્ટ, અલ્ટ્રા હાઈ નેટવર્થ પરિવારોની વધતી સંખ્યાનો પણ લાભ મળ્યો છે.
આ ઉપરાંત બેંગલુરુને રેક્રિંગમાં બીજું સ્થાન, મુંબઈ મેટ્રોપોલિટન રિજનને ત્રીજું સ્થાન, દિલ્હી - નેશનલ કેપિટલ રિજનને ચોથું સ્થાન, અમદાવાદને પાંચમું સ્થાન અને ચેન્નાઈને છઠ્ઠું સ્થાન મળ્યું છે. જો કેટેગરીની વાત કરીએ તો સોશ્યોઇકોનોમિક પરફોર્મન્સમાં બેંગ્લુરુ સૌથી ઉપર રહ્યું છે. તેમજ દિલ્હી NCRએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ સાથે જોડાયેલી ક્ષમતાઓમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બીજી તરફ રિયલ એસ્ટેટ સેક્ટરમાં હૈદરાબાદે બધા જ શહેરોને પાછળ છોડી દીધું છે. જણાવી દઈએ કે, હૈદરાબાદે ગત ૧૦ વર્ષમાં રેસિડેન્શિયલ લોન્ચમાં ૧૦ ટકાના CAGR નોંધાવ્યો છે.
બીજી તરફ રિપોર્ટ અનુસાર, બેંગ્લુરુને પોતાના બિઝનેસ ઇકોસિસ્ટમનો લાભ મળ્યો છે. જેના કારણે બેંગલુરુમાં બિઝનેસ માઈન્ડસેટ વધુ મજબૂત થયો છે. તેમજ મુંબઈએ બધા જ પાસાઓ પર સ્થિર સુધારો નોંધાવ્યો છે અને દેશના ફાઇનાન્શિયલ કેપિટલ તરીકેનું પોતાની ઓળખ જાળવી રાખી છે.
દિલ્હી NCR એક ઇન્ટર સ્ટેટ રિજન છે, જ્યાં દેશની રાજધાની દિલ્હી સહીત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો કેટલોક વિસ્તાર જેમ કે ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રમ, ગૌતમ બુદ્ધ નગર સામેલ છે. દિલ્હી NCRના પ્લાનિંગ અંતર્ગત રોડ કે ટ્રાન્સપોર્ટની પ્લાનિંગ માટે સંપૂર્ણ રિજનને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેનાથી કનેક્ટિવિટી સારી રહે અને પ્રોજેક્ટ વધુ સારી રીતે પ્લાન થઇ શકે. તેની સાથે રાજધાની પરથી બોજ ઘટાડી શકાય.
તેમજ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ અને તેની સાથે જોડાયેલા આસપાસના ઉપનગરો અને કસ્બાઓને સામેલ કરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય પણ સારું પ્લાનિંગ અને મુંબઈના બોજને ઘટાડવાનો છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
