<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો પ્રચંડ વિજય

લોકસભામાં કરશે ધમાકેદાર પ્રવેશ

વાયનાડ, તા.૨૩: કેરળની વાયનાડ લોકસભા સીટની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે.  કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીની ભવ્‍ય  જીત થઇ છે. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડ્‍યા બાદ તેમની બહેન પ્રિયંકા ગાંધીએ અહીં ચૂંટણી લડી હતી.

લગભગ સાડા ત્રણ દાયકાનો રાજકીય અનુભવ ધરાવતી પ્રિયંકાએ પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. પ્રિયંકા પહેલા તેની દાદી ઈન્‍દિરા, માતા સોનિયા અને ભાઈ રાહુલ પણ દક્ષિણ ભારતમાંથી લોકસભાની ચૂંટણી લડી ચૂકયા છે.વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો પ્રચંડ વિજય થયો છે અને તેઓ લોકસભામાં ધમાકેદાર પ્રવેશ કરશે.

તે જ સમયે, જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતથી તેમના માટે એક શાનદાર રાજકીય પદાર્પણ હશે. રાયબરેલી અને અમેઠી બાદ વાયનાડ કોંગ્રેસનો નવો ગઢ બન્‍યો. આ સાથે પ્રિયંકા ગાંધીનું ભવ્‍ય લોન્‍ચિંગ પણ થયું. જો તેઓ વાયનાડ જીતવામાં સફળ થયા પ્રિયંકા ગાંધી સંસદના આગામી સત્રમાં જોવા મળશે.

વાસ્‍તવમાં પ્રિયંકા ગાંધી લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે પરંતુ તેમણે કયારેય ચૂંટણી લડી નથી. પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તે એક જ પક્ષ માટે ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે ભાગ લે છે. તે સતત રાજ્‍યની ચૂંટણીમાં પ્રચાર માટે જાય છે. હવે સૌની નજર પ્રિયંકા ગાંધીની જીત પર છે.

(2:55 PM IST)