તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સંસદના શિયાળુ સત્રનો ૨૫ નવે.ધમાકેદાર પ્રારંભ
સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાશેઃ અનેક મહત્વના બિલ રજૂ કરાશે : વિપક્ષ આક્રમક મૂડમાં:વન પેંશન વન ઈલેક્શન અને વક્ફ બિલ અંગે ધમાચકડી મચશે

નવી દિલ્હી, તા.૨૩: ૧૮મી લોકસભાનું શિયાળુ સત્ર ૨૫ નવેમ્બરથી શરૂ થશે અને ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. ૨૬મી નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્ર યોજાશે. આ સત્ર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. બંધારણની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ દિવસનો કાર્યક્રમ યોજાશે.
કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા ૨૪ નવેમ્બરે સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં સરકાર અને વિપક્ષની રણનીતિના પત્તા સામે આવશે. ૨૫ નવેમ્બરથી શરૂ થયેલું સત્ર ૨૦ ડિસેમ્બરે સમાપ્ત થશે. સરકાર શિયાળુ સત્ર દરમિયાન વકફ સંશોધન બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરશે. સરકાર સત્ર દરમિયાન ‘વન નેશન વન ઇલેક્શન' બિલ પણ રજૂ કરી શકે છે.
સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા સરકાર રવિવારની બેઠકમાં તમામ પક્ષો, ખાસ કરીને વિરોધ પક્ષોને સરકારના આગામી સત્રના સંસદીય એજન્ડાની વિગતો આપશે. તે સંસદમાં ચર્ચાના વિવિધ વિષયોનો પણ ઉલ્લેખ કરશે. ‘વન નેશન વન ઈલેક્શન' બિલ અને વકફ એમેન્ડમેન્ટ બિલને કારણે શિયાળુ સત્ર ગરમ રહેવાની પૂરી શકયતાઓ છે.
વડા પ્રધાન મોદીએ તાજેતરમાં કહયું હતું કે સરકાર એક રાષ્ટ્ર, એક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ભારત હવે ‘વન નેશન વન સિવિલ કોડ'તરફ આગળ વધી રહયું છે, જે એક બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા છે.
જો કે, કોંગ્રેસે આ વિચારને સંપૂર્ણ રીતે નકારી કાઢયો હતો અને કહયું હતું કે વડા પ્રધાને આ મુદ્દે સંસદમાં બધાને વિશ્વાસમાં લેવા પડશે. તે જ સમયે, આ સત્રમાં વકફ સુધારા બિલને પાસ કરાવવાના પ્રયાસો પણ થઈ શકે છે, જે હાલમાં સંસદની સંયુક્ત સમિતિ સાથે વિચારણા હેઠળ છે. આ કમિટી આ અંગે અહેવાલ આપવા માટે વિવિધ રાજ્યો સાથે નિયમિત બેઠકો કરી રહી છે.
ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ ૨૩ નવેમ્બરે જાહેર થવાના છે, જેના પર સંસદમાં ચર્ચા શકય છે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે સર્વપક્ષીય બેઠક ૨૪ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનના એનેક્સીમાં સ્થિત મુખ્ય સમિતિ રૂમમાં યોજાશે.
રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર સંસદીય કામકાજ માટે વર્ષ ૨૦૨૪ (૨૫ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર)ના શિયાળુ સત્રને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ૨૬મી નવેમ્બરે બંધારણ દિવસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન ગળહના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
