તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
પૂ.ડોંગરેજી મહારાજના ત્યાગના તોલે કોઈ ના આવી શકે : પૂ. મોરારીબાપુ
મહુવાના સેવા સંસ્કાર આશ્રમ ખાતે પૂ. મોરારીબાપુ એ બ્રહ્મલિન ડોંગરેજી મહારાજની પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પિત કરી : ભાવ પૂજન કર્યું તેમની દરેક કથા લોક કલ્યાણ અર્થે અને સમાજના કલ્યાણ અર્થે થતી, અન્નક્ષેત્ર અને સંસ્કળત પાઠશાળાના નિર્માણમા પૂ. ડોંગરેજી મહારાજનું ખુબ મહત્વનું યોગદાન : મારા પ્રત્યે ખુબ જ તોહ અને પ્રેમ મહારાજશ્રી નો છેલ્લે સુધી રહ્યો હતો તે મારા માટે એક આશીર્વાદ સમાન

રાજકોટ તા.૨૨ પૂજ્ય બ્રહ્મલીન શુકદેવજી અવતાર એવા પૂ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ અવસરે મહુવાના સેવા સંસ્કાર આશ્રમના સત્સંગ હોલ ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા ભાવાંજલી- સ્મરણાજલી અર્પણ કરવામા આવી હતી પૂજ્ય બ્રહ્મલીન કરુણાઅવતાર એવા શ્રી ડોંગરેજી મહારાજ ૧૯૯૦ કારતક વદ છઠ્ઠ ના દિવસે દેહ નો ત્યાગ કરી શ્રીજી ચરણ પામેલા ત્યાર થી લઇ પુરા દેશ મા આ દિવસે પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથી ધાર્મિક આયોજન સાથે પૂજા અર્ચન સાથે ઉજવવામાં આવતી હોય છે.
ત્યારે મહુવા મા પણ દર વર્ષે પૂજ્ય ડોંગરેજી મહારાજ ના આશીર્વાદ સાથે શરૂ થયેલ મહુવા ના કુબેર નાથ મહાદેવ મંદિર મા આવેલ સેવા સંસ્કાર ના આશ્રમ ખાતે પૂજા અર્ચન સાથે વિશાળ ભક્તજનો ની હાજરી મા પૂજ્ય મહારાજશ્રી ની પુણ્યતિથિ મહોત્સવ પૂજ્ય મોરારીબાપુ ની નિશ્રા મા ઉજવાતો રહ્યો છે તેવી જ રીતે આ વખતે પણ પુણ્યતિથી મહોત્સવ પૂજ્ય મોરારીબાપુ ની ભાવાંજલિ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભાવાંજલિ વ્યક્ત કરતા પૂર્વે પૂજ્ય બાપુ દર વર્ષ ની જેમ મહુવા ના અખંડ રામધૂન સંકીર્તન મંદિર ખાતે પધાર્યા હતા અને દર્શન કરી સમૂહ કીર્તન નો લાભ લઇ પૂજ્ય બાપુ સેવા સંસ્કાર આશ્રમ ખાતે પધારી પૂજ્ય ડોંગરેજી મહારાજ નું ભાવ પૂજન કર્યું હતું તો સંસ્થા વતી ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દોશી દ્વારા પૂજ્ય બાપુ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ પૂજ્ય મોરારીબાપુ એ સંસ્થા દ્વારા વર્ષો થી થતી મૂક સેવા અને મૂક સેવકો ને યાદ કરી વરિષ્ઠ વડીલ સેવક રામકળષ્ણભાઈ મહેતા નું સન્માન પૂજ્ય બાપુ એ શાલ અર્પણ કરી ને કર્યું હતું સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા ભાવંજલી વ્યક્ત કરતા પૂજ્ય મોરારીબાપુ એ ડોંગરેજી મહારાજ સાથે ના સંસ્મરણો ને યાદ કરી પૂજ્ય ડોંગરેજી મહારાજ ના જીવન ભર ના ત્યાગ ની અને સિદ્ધાંત ની વાત કરી પૂજ્ય ડોંગરેજી મહારાજ ના જીવન મા મુખ્યત્વે ત્યાગ, તપ, તેજ ખાસ જોવા મળેલા જેની કોઈ તુલના ના કરી શકે તેમ કહી આગળ પૂજ્ય બાપુ એ કહેલ તેમની દરેક કથા લોક કલ્યાણ અર્થે અને સમાજ ના કલ્યાણ અર્થે રહી હતી અન્નક્ષેત્ર અને સંસ્કળત પાઠશાળા ના નિર્માણ મા ખુબ મહત્વનું યોગદાન મહારાજશ્રી નું રહ્યું છે તેમ વાત કરતા પૂજ્ય બાપુ એ કહેલ કે મારા પ્રત્યે ખુબ જ તોહ અને પ્રમ મહારાજશ્રી નો છેલ્લે સુધી રહ્યો હતો તે મારા માટે એક આશીર્વાદ સમાન છે.
કીર્તનના મહિમા અને કથામા મહારાજ શ્રી દ્વારા થતા કીર્તન થી શ્રાવક ભાઈઓ બહેનો જે ભાવ વિભોર બનતા તે પ્રિય કીર્તન ને યાદ કરી પૂજ્ય મોરારીબાપુ એ આદરભાવ સાથે વંદન પ્રણામ સાથે પૂજ્ય મહારાજશ્રી કીર્તન નું સમૂહ ગાન કરી પૂજ્ય ડોંગરેજી મહારાજ ની પુણ્યતિથિ ના અવસરે પૂજ્ય બાપુ દ્વારા ભાવાંજલિ અર્પિત કરવામાં આવી હતી
આ પ્રસંગે મહુવા ના ભક્તજનો સાથે મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઑ એ ખાસ ઉપસ્થિત રહી ભાવંજલિ નો ધાર્મિક લાભ લીધો હતો તો સમગ્ર કાર્યક્રમ ના મંચ સંચાલન ની સેવા ડૉ.ઉમેશભાઈ જૉષી એ આપી હતી. તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા)અને રૂપેશ ધોળકિયા (મહુવા)ની યાદીમાં જણાવ્યું છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
