<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જો ચૂંટણીમાં કોઈ વધુ બેઠકો જીતે છે તો તે સીએમ ફેસ હોતો નથી:શિંદેનું મોટું નિવેદન

ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને અપેક્ષા કરતા મોટી જીત મળી છે. સીએમ પદનો નિર્ણય સાથે મળીને લેવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિની મોટી જીત થતી જોવા મળી રહી છે. ભાજપના નેતૃત્વમાં મહાયુતિ 215 જેટલી બેઠકો પર લીડમાં છે. ભાજપ જ 124 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેના પણ 55 બેઠકો પર આગળ છે. ત્યારે હવે આ મોટી જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એકનાથ શિંદેએ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો ચૂંટણીમાં કોઈ વધુ બેઠકો જીતે છે તો તે સીએમ ફેસ હોતો નથી. શિંદેના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેમને સીએમ પદ પર પોતાનો દાવો ઠોકી દીધો છે.

આ સાથે જ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને અપેક્ષા કરતા મોટી જીત મળી છે. સીએમ પદનો નિર્ણય સાથે મળીને લેવામાં આવશે.

(1:28 PM IST)