તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
''મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા'' ! મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનો જૂનો વીડિયો વાયરલ
ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું હતું કે, 'મેરા પાણી ઉતરતા દેખ, મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા!'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. અહીં 20 નવેમ્બરના રોજ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિને મોટી જીત મળતી જોવા મળી રહી છે. હાલ મહાયુતિ એકલી 200 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ડિસેમ્બર 2019નો છે. જેમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું હતું કે, 'મેરા પાણી ઉતરતા દેખ, મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા!'
ફડણવીસના આ શબ્દો પર ભાજપના નેતાઓએ ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સત્તાધારી પક્ષના ઘણા નેતાઓ હસતા જોવા મળ્યા હતા. ત્યારે હવે પાંચ વર્ષ પછી ફડણવીસે પોતાની વાત સાચી સાબિત કરી દીધો હોય તેવું ચૂંટણી પરિણામો પછી સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
