તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
મહારાષ્ટ્રના પરિણામો પર સંજય રાઉતે કહ્યું -કંઈક તો ગરબડ છે, આ જનતાનો નિર્ણય હોઈ શકે નહીં
સંજય રાઉતે કહ્યું કે મહાયુતિએ સમગ્ર મશીનરી પર કબજો કરી લીધો છે. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે. આ રાજ્યની જનતા બેઈમાન નથી.અમે મહારાષ્ટ્રની જનતાનું મન ઓળખીએ છીએ

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પર મહાયુતિને બહુમત પર ઉદ્ધવ ઠાકરે જૂથના સંજ્ય રાઉતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે કંઈક તો ગરબડ છે, આ જનતાનો નિર્ણય ન હોઈ શકે. હવે મહારાષ્ટ્રને વિપક્ષનો નેતા પણ નહિ મળે.
સંજય રાઉતે કહ્યું કે મહાયુતિએ સમગ્ર મશીનરી પર કબજો કરી લીધો છે. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે. આ રાજ્યની જનતા બેઈમાન નથી.અમે મહારાષ્ટ્રની જનતાનું મન ઓળખીએ છીએ. અમને ખબર છે કે અહીં શું ચાલી રહ્યું છે, જે નિર્ણય આવ્યો છે તે જનતાનો નથી. 2014 અને 2019ની બે લોકસભા ચૂંટણીમાં મોદી અને શાહે એવું કર્યું હતું કે કોંગ્રેસને વિપક્ષનો નેતા ન મળવો જોઈએ, આ વખતે તેમણે મહારાષ્ટ્રમાં એ જ રણનીતિ અપનાવી છે કે કોંગ્રેસમાં કોઈ વિપક્ષી નેતા નહીં હોય.
સંજય રાઉતે કહ્યું કે બે દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 2 હજાર કરોડનો લાંચનો મામલો છે, તેમાં ભાજપનું રહસ્ય ખુલ્લું પડી ગયું છે. તેના પરથી ધ્યાન હટાવવા માટે આ પહેલાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. મહારાષ્ટ્ર ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે, મુંબઈ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
