તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
અહીં ન્યાય નથી મળતો : કોર્ટમાં ઇમરાનખાનની પત્નિ બુશરાબીબીનું આક્રંદ
વકીલો પર પણ સમય બરબાદ કરવાનો લગાવ્યો આરોપ : ૯ મહીનાથી ન્યાયની આશામાં છું...

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની એક અદાલતમાં સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાનખાનની પત્નિ બુશરાબીબી ભાવુક બની ગઇ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેમણે ‘અક્ષમ ન્યાય પ્રણાલી' અને પોતાના પતિની અન્યાય પૂર્ણ સજા વિરૂધ્ધ પોતાની લાચારી વ્યકત કરી હતી. બુશરાબીબી ઇસ્લામાબાદના જીલ્લા મેજીસ્ટ્રેટ અફઝલ મજોકાની કોર્ટમાં પોતાના પતિ માટે છ કેસોમાં જામીન અને અન્ય એક કેસમાં પોતાના જામીન માટે હાજર થયાં હતાં. આ કેસો તારનોલ, કરાંચી,કંપની, રામના, સચિવાલય અને કોહસર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઇમરાનખાનને કોર્ટમાં સુનાવણી દરમ્યાન ન હોતા રજુ કરાયા. તેમને વીડીયો લીંક દ્વારા પણ કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી નહોતી આપવામાં આવી. બુશરાબીવી જયારે બોલવા માટે માઇક પર ગયા તો ભાવુક થઇ ગયાં. તેમણે કહયું ‘‘હું છેલ્લા નવ મહિનાથી ન્યાયની આશામાં છું. મને અને પાકિસ્તાની તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના સંસ્થાપક ઇમરાનખાનને અન્યાયપુર્ણ સજા કરાઇ છે. અહીં ન્યાય મળતો નથી.'' તેણે બધા વકીલો પણ પર આક્ષેપ કર્યો કે તેઓ માત્ર સમય બરબાદ કરી રહયા છે. તેમાં તેમનો વકીલ પણ સામેલ છે.
તેણીએ કહ્યું ‘જેલની અંદર શું તેઓ (ઇમરાનખાન) માનવ નથી ? શું કોઇ જજ આ નથી જોતા ?' બુશરાએ એ પણ કહ્યું કે તેણી ફરીથી આ કોર્ટમાં નહીં આવે, અહીં કોઇ ન્યાય નથી મળતો. તેણીએ જજને કહ્યું કે તેનો ધાબળો અને અન્ય સામાન બહાર તેની કારમાં જ છે અને આદેશ મળ્યોતો તેણી ફરીથી જેલમાં જવા તૈયાર છે. ગયા મહીને તોશાખાના કેસમાં જામીન મળ્યા પછી બુશરાબીબીએ જેલમાંથી મુકત કરાયા હતા પણ ઇમરાનખાન હજુ પણ જેલમાં છે. કોર્ટ ૩૧ જાન્યુઆરીએ બુશરાબીબીને ૧૪ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જો કે પતિ-પત્નિ બન્ને આ આરોપોને રદીયો આપતા રહયાં છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
