તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
શું શિંદે જૂથ અસલી શિવસેના છે? મહારાષ્ટ્રના પરિણામોએ શું પુષ્ટિ કરી ?
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને હરાવી છે

મુંબઈ, તા.૨૩: મહારાષ્ટ્રમાં ઉભરી રહેલા વલણો અનુસાર, મહાયુતિ ગઠબંધન સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્રની કુલ ૨૮૮ સીટોમાંથી મહાયુતિ ૨૨૩ સીટો પર આગળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકાર બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતળત્વમાં શિવસેનાએ વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીને હરાવ્યું છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને હરાવી છે. મત ગણતરીમાં શિંદે જૂથના ઉમેદવારો મોટાભાગની બેઠકો પર આગળ હતા જ્યાં બે શિવસેના વચ્ચે સીધી ટક્કર હતી. હવે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું મહારાષ્ટ્રની જનતાએ શિંદેની સેનાને અસલી શિવસેના તરીકે સ્વીકારી લીધી છે?
સીએમ એકનાથ શિંદેના નેતળત્વમાં શિવસેનાએ રાજ્યમાં સમગ્ર વિપક્ષી ગઠબંધનને હરાવ્યું છે. આ રાજ્યમાં સીએમ એકનાથ શિંદેના નેતળત્વમાં ભાજપ, શિવસેના અને એનસીપીનું ગઠબંધન મહાયુતિ મજબૂત જનમત સાથે વાપસી કરી રહી છે.
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, શિંદે સેનાએ ૧૫ બેઠકોમાંથી ૭ બેઠકો જીતી હતી અને ટીમ ઠાકરે કરતાં વધુ સારી સ્ટ્રાઇક રેટ હતી, જેણે ૨૧ બેઠકો લડી હતી અને નવ જીતી હતી.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
