<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મહારાષ્‍ટ્રનો મુગટ કોના માથા પર? ફડણવીસ કે શીંદે

મુખ્‍યમંત્રીની રેસમાં ફડણવીસ આગળઃ એકનાથ શિંદે પણ પૂરૂ જોર લગાવશે

મુંબઇ તા. ૨૩ : મહારાષ્‍ટ્રના ચુંટણી જંગમાં ભાજપાની આગેવાનીવાળી મહાયુતિની બંપર જીત દેખાઇ રહી છે. મહાયુતિ મહારાષ્‍ટ્ર વિધાનસભાની કુલ-ર૮૮ બેઠકોમાંથી ર૩૩ પર આગળ છે. જયારે એમવીએને કારમી હાર મળતી હોય તેવું જણાઇ રહયું છે. જો કે પરિણામો પછી સૌથી મોટો સવાલ હવે એ છે કે મહારાષ્‍ટ્રની સત્તા કોણ સંભાળશે. એકનાથ શિંદે જ મુખ્‍યપ્રધાન રહેશે કે સતાનો તાઝ ફડણવીસને શીર પર સમાવાશે?

મુખ્‍યપ્રધાન પદની દોડમા઼ ફડણવીસનું પલ્લુ ભારે જણાઇ રહયું છે. મહારાષ્‍ટ્રમાં ભાજપા ૧ર૭ બેઠકો પર લડી હતી અને ૧ર૭ બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપાનો સ્‍ટ્રાઇક રેટ સૌથી વધારે છે. જયારે શિંદેની શિવસેના ૮૧ બેઠકો પર લડીને પ૩ પર આગળ છે. જીતનું આ અંતર જોતા ફડણવીસનું પલ્લુ ભારે દખાય  છે.

પણ, એકનાથ શિંદેને પણ સીએમ પદની રેસમાં પાછળ ના માની શકાય. કેમકે, શિંદેએ એવાસમયે ભાજપાને સાથ આપ્‍યો હતો જયારે તેમને સૌથી વધારે જરૂર હતી. શિંદેએ શિવસેનાને તોડીને ઉધ્‍ધવ ઠાકોરેને સૌથી મોટો આંચકો આપ્‍યો હતો. આ કારણે ભાજપા તેમને સરપાવ આપી શકે છે. તો, મહાયુતિની એકતા જાળવી રાખવા માટે પણ ભાજપા શિંદેને ફરીથી મુખ્‍યમંત્રી બનાવી શકે છે. ભાજપા નથી ઇચ્‍છતી કોઇ બળવો કરે.

(3:13 PM IST)