તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
કાલે રાજયપાલ દેવવ્રતજી રાજકોટમાં
ગુજરાતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે વૈશ્વિક રામકથા ''માનસ સદભાવના''માં હાજરી આપશે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા ''માનસ સદભાવના'' માં રવિવારે હાજરી આપશે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિઃસંતાન,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભકિતભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક ''રામકથા'' માનસ સદભાવના શરુ થઇ ચુકી છે. આ કથા ૧ ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦ એકર જગ્યામાં , ૫૦૦૦ નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું ૧૪૦૦ રૂમ યુકત નવું પરિસર ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૌશ્વિક રામકથા યોજાઈ છે.
અત્રે ઉલેખનીય છે કે, આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના ૨૦મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના ૧૨મા કુલપતિ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે. ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી ત્યજીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુકત કરી છે તથા નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવવા તરફ જબરદસ્ત આગેકૂચ કરી છે.તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે.
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા ''માનસ સદભાવના'' શરુ થઇ ચૂકી છે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
